<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

અમિતભાઇ બે દિ' ગુજરાતમાં : કુળદેવીના આશીર્વાદ લેશેઃ ભરચક્ક કાર્યક્રમ

ગાંધીનગર, તા., ૨ : અમિતભાઇ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવનાર છે. આ દરમિયાન તેઓ કુળદેવીના દર્શન કરી આશીર્વાદ લેશે. ઉપરાંત આ બે દિવસ દરમિયાન ઉદઘાટન, લોકાર્પણ, રાસ ગરબા મહોત્‍સવ, વૃક્ષારોપણ, ખાતમુહુર્ત  સહિત કુલ ર૬ જેટલા કાર્યક્રમો ઉપસ્‍થિત રહેનાર છે.

કાલે તા.૩ ના રોજ ગાંધીનગર લોકસભા-સ્‍વસ્‍થ લોકસભા અભિયાન અંતર્ગત આરોગ્‍ય ચકાસણી કેમ્‍પનો ઉદઘાટન સમારોહ સવારે ૧૦.૧૦ કલાકે.

GMERS સોલા ખાતે ટેલી રીહેબીલીટેશનસેન્‍ટર અને સાઉન્‍ડ પ્રુફ રૂમનું લોકાર્પણ સવારે ૧૦.૪૦ કલાકે. AMC દ્વારા નવનિર્મિત આધુનિક શાક માર્કેટનું લોકાર્પણ સવારે ૧૧.૦૦ કલાકે. ભાડજ પ્રાથમીક લોકાર્પણ સવારે ૧૧.૧પ કલાકે. AMC ના વિકાસલક્ષી વિવિધ  કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ સવારે ૧૧.૧પ કલાકે. સાણંદ વિધાનસભાના ધારાસભ્‍ય કનુભાઇ પટેલના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ બપોરે ૧.૦૦ કલાકે ઉપસ્‍થિત રહેશે.

જયારે સાણંદ વિધાનસભા ખાતે કાર્યકર્તા સંમેલન બપોરે ૧.૧પ કલાકે. વિચારટ્રસ્‍ટ (વિશાલ પરીવાર) સંચાલીત નવનિર્મિત વિશ્વના એક માત્ર ધાતુ પાત્ર સંગ્રહાલયનું લોકાર્પણ બપોરે ૪.૧પ કલાકે. નવનિર્મિત પોલીસ કમિશ્નર કચેરીનું લોકાર્પણ સાંજે પ.૦૦ કલાકે. વાઇબ્રન્‍ટ ગુજરાત નવરાત્રી મહોત્‍સવ-ર૦ર૪ નો ઉદઘાટન સમારોહ સાજે ૮.૪પ કલાકે. નવરાત્રી પર્વ નિમિતે આયોજીત રાસ-ગરબા મહોત્‍સવ (નારણપુરા વિધાનસભા-નારણપુરા વોર્ડ) રાત્રે ૯.૩૦ કલાકે. નવરાત્રી પર્વ નિમિતે આયોજીત રાસ-ગરબા મહોત્‍સવ (વેજલપુર વિધાનસભા-જોધપુર વોર્ડ) રાત્રે ૧૦ કલાકે.  નવરાત્રી પર્વ નિમિતે આયોજીત રાસ-ગરબા મહોત્‍સવ (વેજલપુર વિધાનસભા-મકરબા વોર્ડ) રાત્રે ૧૦.રપ કલાકે નવરાત્રીની આરાધનામાં જોડાશે.

ઉપરાંત શુક્રવારે તા.૪ ના રોજ હીરામણી આરોગ્‍યધામ ડે કેર હોસ્‍પીટલનું લોકાર્પણ સવારે ૧૦.૦૦ કલાકે. ADCબેંકની સ્‍થાપનાના ૧૦૦ વર્ષની ઉજવણી પર્વનો ઉદઘાટન સમારોહ સવારે ૧૧.૦૦ કલાકે. ગાંધીનગર મહાનગર પાલીકા દ્વારા વિકસીત સેકટર-૩૦ના બગીચાનું લોકાર્પણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ બપોરે ૧ર કલાકે.  ગાંધીનગર મહાનગરપાલીકાના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ બપોરે ૧ર.ર૦ કલાકે. ગાંધીનગર મહાનગરપાલીકા દ્વારા વિકસીત પેથાપુર તળાવનું લોકાર્પણ તેમજ વૃક્ષારોપણ બપોરે ૧.૩૦ કલાકે. તથા ચંદ્રાસર તળાવનું લોકાર્પણ બપોરે ૩.૧પ કલાકે કરનાર છે.

સાથે મલાવ તળાવનું ખાતમુહુર્ત  તેમજ વૃક્ષારોપણ બપોરે ૩.૩૦ કલાકે, માણસા ખાતે ૪ર૧ બેડની હોસ્‍પીટલનું ખાતમુહુર્ત બપોરે ૩.૪પ કલાકે, ગાંધીનગર જીલ્લાના વિકાસલક્ષી વિવિધ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ બપોરે ૩.૪પ કલાકે, ખિલોદરા હાઇસ્‍કુલના સ્‍થાપક શ્રી ઇશ્વરસિંહ ચાવડા તેમજ સંસ્‍થાના કાયમી દાતા શ્રી ચંદુભાઇ કચરાભાઇ પટેલની પ્રતિમા અનાવરણ સાંજે પ.૧પ કલાકે. આષો નવરાત્રી નિમિતે બહુચરાજી માતાજીના  મંદીરે દર્શન તેમજ આરતી સાંજે ૭.૩૦ કલાકે, નવરાત્રી પર્વ નિમિતે આયોજીત રાસ-ગરબા મહોત્‍સવ (બોડકદેવ વોર્ડ) રાત્રે ૧૦ કલાકે, તથા નવરાત્રી પર્વ નિમિતે આયોજીત રાસ-ગરબા મહોત્‍સવમાં રાત્રે ૧૦.૩૦ કલાકે હાજરી આપનાર છે.

(3:20 PM IST)