<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

આજે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી તથા ડાંગમાં હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી

ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથમાં સામાન્‍ય વરસાદની શકયતા

અમદાવાદ, તા.૨: ગુજરાત રાજ્‍યમાં હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી છે. જેમાં આજે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ભાવનગર, અમરેલીમાં સામાન્‍ય વરસાદની શકયતા છે. ગીરસોમનાથમાં સામાન્‍ય વરસાદની શકયતા સાથે સુરત, વલસાડ, નવસારીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

આજે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્‍યમ વરસાદ પડી શકે છે. જ્‍યારે ત્રીજી ઓક્‍ટોબરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના છે. ચોથી ઑક્‍ટોબરે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્‍યમ વરસાદ પડી શકે છે. જ્‍યારે પાંચમી ઑક્‍ટોબર તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્‍થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ વરસાદની શકયતા છે

(3:48 PM IST)