તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠક આજે નહીં આવી શકે ગુજરાત: તેમની 14 જણાની ટીમ પેરિસમાં ફસાયા
પેરિસમાં ટીમનો હોલ્ટ હતો :મુંબઈ તરફ ફ્લાઇટ ટેકઓફ થઈ ગઈ હોવા છતાં તેમને પેરિસ પાછા ફરવું પડ્યું

અમદાવાદ: દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબા પર રમવા માટે હંમેશા એક્સાઇટેડ હોય છે. ત્યારે ગોતામાં શંકુઝ ફાર્મમાં દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબા 2જી ઓક્ટોબર 2024ના દિવસે નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ અચાનક જ આજનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવનાર ફાલ્ગુની પાઠકનો કાર્યક્રમ રદ થઈ ગયો છે.
આ માટે દાંડિયા ક્વીને પોતાના સોશિયલ મીડિયા પેજ પર ખેલૈયાઓ પાસે માફી પણ માંગી હતી અને આજે અમદાવાદ ન આવવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું.
ફાલ્ગુની પાઠકે જણાવ્યું કે, આજને બદલે હવે તેઓ 14 ઓક્ટોબર 2024 ના રોજ અમદાવાદ એ જ લોકેશન પર આવશે અને નવરાત્રિની ધૂમ મચાવશે. આ સાથે તેઓ અમદાવાદ કેમ નથી આવ્યા તે અંગે પણ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે તેમની ટીમ 14 જણાની ટીમ ફ્રાન્સથી આવતા હતા જ્યાં પેરિસમાં ટીમનો હોલ્ટ હતો પરંતુ બન્યું એવું કે મુંબઈ તરફ ફ્લાઇટ ટેકઓફ થઈ ગઈ હોવા છતાં તેમને પેરિસ પાછા ફરવું પડ્યું.
ઈરાન અને ઇઝરાયલની યુદ્ધની મોટી અસર થતાં આ પ્રકારનો નિર્ણય એરલાઈન્સ દ્વારા કરવામાં આવતાં ફાલ્ગુની પાઠકનું 14 જણાનું ક્રૂ ફસાઈ ગયું જેને લઈને તેમણે તમામ અમદાવાદીઓ અને ગુજરાતવાસીઓની કાર્યક્રમ રદ થવા અંગે અફસોસ પણ વ્યક્ત કર્યો. ફાલ્ગુની પાઠક એકલા અમદાવાદ આવીને પર્ફોર્મન્સ આપવા તૈયાર હતા.પરંતુ 14 જણાની તેમની ટીમ સાથે પર્ફોર્મન્સ આપતાં તો ગરબા રમવાની વધારે મજા આવશે તેવું ફાલ્ગુની પાઠકે પોતાના સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું.
અમદાવાદના ગોતા વિસ્તારમાં શંકુઝ ફાર્મમાં આયોજિત ફાલ્ગુની પાઠકના ગરબા પાસ લગભગ વેચાઈ ગયા છે. પરંતુ અચાનક યુદ્ધની અસર એરલાઈન્સ પર પડતાં આજનો પ્રિ નવરાત્રિ કાર્યક્રમ પોસ્ટપોન કરવાનો વારો આવ્યો છે.
આ અંગે ગરબા ઓર્ગેનાઇઝર મયુર ઉધાની સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, "આજના તમામ પાસ સાથે હવે ખેલૈયાઓ 14 તારીખે પ્રવેશ મેળવી શકશે એ માટે વ્યવસ્થા કરીશું. ઓનલાઈન પાસ ખરીદ્યા હશે તેમની માટે કોઈ ચેન્જ નહીં હોય પરંતુ કોમ્પ્લીમેન્ટરી માટે બેન્ડ નક્કી કર્યા હતા એ રિઇસ્યુ કરીશું."
"હમણાં 2 થી 3 દિવસ વરસાદ પડ્યો હતો ત્યારે પણ અમારી તૈયારીઓ હતી કે ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ શાંતિથી ગરબા રમી શકે પરંતુ આ ઇસ્યુને કારણે હવે 14 ઓક્ટોબરે નક્કી કર્યું છે. રાત્રિ બિફોર નવરાત્રિને બદલે હવે નવરાત્રિ આફ્ટર ફાલ્ગુની પાઠકનો અવાજ પર ખેલૈયાઓ ઝૂમી શકશે. અમારી તૈયારીઓ અત્યારે પણ પુરેપુરી છે. 14 ઓક્ટોબરે પહેલી વાર દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક અમદાવાદમાં નવરાત્રિ માટે પર્ફોર્મન્સ આપશે તે બહુ મોટી વાત છે."
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
