તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
૧૪૬ કરોડના ખર્ચે અમદાવાદમાં બની નવી પોલીસ કમીશનર કચેરી
વર્ષ ૨૦૧૮માં નવા ભવનના નિર્માણનું કાર્ય શરૃ થઈ ગયું હતું:જૂની કચેરીમાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ માટે બેસવા સહિત અન્ય વ્યવસ્થાઓ માટે જગ્યાની અછત વર્તાતી હતી

અમદાવાદ, તા.૨
અમદાવાદ પોલીસના આ નવા હેડક્વાર્ટરના નિર્માણથી પોલીસ કર્મચારીઓને ફક્ત કામકાજમાં જ સરળતા નહીં રહે, પરંતુ શહેરની સુરક્ષા અને કાયદા વ્યવસ્થાનું કામ પણ વધુ સારી રીતે થઈ શકશે. અમદાવાદ શહેર ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે અને વસ્તીની દૃષ્ટિએ અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. જૂની કચેરીમાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ માટે બેસવા સહિત અન્ય વ્યવસ્થાઓ માટે જગ્યાની અછત વર્તાતી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે નવી પોલીસ કમિશ્નર કચેરીના નિર્માણની મંજૂરી આપી હતી.
વર્ષ ૨૦૧૮માં નવા ભવનના નિર્માણનું કાર્ય શરૃ થઈ ગયું હતું. જોકે કોરોનાકાળ અને અન્ય કારણોસર તેના નિર્માણમાં થોડો વિલંબ થયો. નવી પોલીસ કમિશ્નર કચેરીમાં અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ પોલીસ કંટ્રોલ રૃમ છે. આ રૃમને એડવાન્સ કોમ્યુનિકેશન નેટવર્ક સાથે એકીકૃત કરવામાં આવ્યો છે. જેના કારણે રિયલ ટાઇમ મોનિટરિંગ અને ઘટનાઓ પર પ્રતિક્રિયા સંભવ થઈ શકશે.
આ કચેરીમાં ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, વીડિયો સમરાઇઝેશન, વીડિયો એનાલિટિક્સ, ડેટા સેન્ટર, ઇમરજન્સી કૉલ બોક્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને વન સિટી એપ જેવી અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કચેરીને વીડિયો વૉલ, વીડિયો વૉલ કંટ્રોલર, ડેટા સેન્ટર અને નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સોફ્ટવેર અને એપ્લીકેશન જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. સાથે જ આખા ભવનમાં વાઇફાઇ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.
આ નવનિર્મિત ભવનમાં એક મલ્ટિપર્પઝ હૉલ અને ૩ કોન્ફરન્સ રૃમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ક્લીન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
