News of Wednesday, 2nd October 2024
ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ રખાયો : સ્વચ્છતાના સપથ લેવાયા
શ્રેઠ કામગીરી કરનાર સરપંચો, તાલુકા પંચાયત તથા સ્કૂલની બાળાઓનુ મહાનુભાવો દ્વારા સન્માન પત્ર આપી સન્માન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ગાંધી જયંતીના દિન નિમિતે નાદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ દ્વારા ગાંધીજીની પ્રતિમા પર સુત્તર ની આટી પહેરાવી પ્રણામ કરી ગાંધીજી ના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગાર્ડન મા સ્વછતા અભિયાન કરવામાં આવ્યું. ત્યારબાદ સરદાર ટાઉન હોલ ખાતે પીએમ મોદીનું ટીવી પર વર્ચુઅલ સંબોધન નિહાળવામાં આવ્યું આવ્યું જેમાં સ્વછતા હી સેવાના માધ્યમ થકી શ્રેઠ કામગીરી કરનાર સરપંચો, તાલુકા પંચાયત, તથા સ્કૂલની બાળાઓનુ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું જેમાં પીએમ મોદી ના સ્વચ્છ ભારત મિશનને ગામડાઓમા જેમ ઘર ઘર ની થતી આંગણા ની સ્વછતા થાય છે તેજ રીતે સ્વચ્છ ઘર, સ્વચ્છ ગામ, સ્વચ્છ તાલુકો, સ્વચ્છ જિલ્લો, સ્વચ્છ રાજ્ય સ્વચ્છ દેશ ના પીએમ ના મિશન ને સાર્થક બનાવવા કટીબધ્ધ બનવા જાગૃતિ લાવવા સૂચન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ, મહામંત્રી વિક્રમભાઈ તડવી, જિલ્લા સદસ્ય કીરણભાઈ વસાવા, જિલ્લા મંત્રી સુરેશભાઈ વસાવા પાલિકા પ્રમુખ ધર્મિષ્ટાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વનીતાબેન વસાવા, શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, પાલિકાના સદસ્ય પ્રગ્યેશભાઈ રામી, ભવાનીપ્રશાદ કહાર સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વછતા ના શપથ લેવામાં આવ્યા હતા
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
