<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

ગાંધી જયંતિ નિમિતે નશાબંધી અને આબકારી ખાતા દ્વારા રાજપીપળા શહેરમાં વ્યસનમુક્તિ રથ ફર્યો

ગાંધીજીના જન્મદિન નિમિત્તે નશાબંધી અને આબકારી ખાતા દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સમગ્ર ગુજરાતમાં તા.૦૨/૧૦/૨૦૨૪ થી એટલે કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિનથી તા.૮/૧૦/૨૦૨૪ સુધી નશાબંધી સપ્તાહ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે રીતે નર્મદા જિલ્લામાં નશાબંધી અને આબકારી ખાતા દ્વારા તેમજ જુદીજુદી સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી નશાબંધી સપ્તાહની શાનદાર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તા.૦૨/૧૦/૨૦૨૪ ના  વનિતાબેન સુનિલભાઇ વસાવા પ્રમુખ, નાંદોદ તાલુકા પંચાયતના અધ્યક્ષ સ્થાને વ્યસનમુક્તિ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી રાજપીપલા શહેરમાં ફેરવી લોકોમાં વ્યસન અંગે જાગૃતિ આવે તે હેતુથી નશાબંધી સપ્તાહ ઉજવણીનો ઉદઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો.
    વ્યસનમુક્તિ રથને રાજપીપલા શહેરના વિવિધ વિસ્તારમાં ફેરવવામાં આવ્યો. કાર્યક્રમમાં જયાબેન ચંદુભાઇ તડવી કારોબારી અધ્યક્ષ નાંદોદ તાલુકા પંચાયત,  ચંદુભાઇ જેઠાભાઇ તડવી સભ્ય નાંદોદ તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિ, એસ.ડી.વસાવા અધિક્ષક નશાબંધી અને આબકારી જિ-નર્મદા-રાજપીપલા, બાબુભાઇ રાઠોડ પ્રમુખ જન કલ્યાણ સેવા સંઘ- નડગામ તેમજ નશાબંધી અને આબકારી ખાતાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
 નશાબંધી સપ્તાહની ઉજવણીમાં તા. ૨-૧૦-૨૦૨૪ થી તા. ૮-૧૦-૨૦૨૪ સુધીમાં નર્મદા જિલ્લાના નાંદોદ, તિલકવાડા અને ડેડીયાપાડા તાલુકા માં વ્યશન મુક્તિ, મહિલા/યુવા સંમેલન સાથે સાહિત્ય વિતરણ જેવા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે

(11:26 PM IST)