તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
બલડેવા-પીંગોટ અને ધોલી ડેમ ભરાયા છતાં સિંચાઈ માટેનું પાણી મળશે નહીં
ત્રણેય ડેમમાં ૮૦ ટકાથી વધુ માટીનું પુરાણ પછી પાણીનો સંગ્રહ કેવી રીતે થશે...? ૭૫ કિલોમીટર ડેમની કેનાલ ૪૫ વષઁથી તુટેલી-જજૅરીત હાલતમાં; ૫૦૦૦ હેક્ટરમાંથી ૩૦૦ હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પાણી અપાઇ છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ભરૂચ જીલ્લાના પુવઁપટ્ટીના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ-વાલીયા અને ઝઘડીયા તાલુકાના ખેડુતોને સિંચાઈ માટેનું પુરતુ પાણી મળી શકે તે માટે રાજ્ય સરકાર સન ૧૯૭૦-૭૫ માં ટોકરી નદી ઉપર બલડેવા-પીંગોટ અને મધુવંતી નદી ઉપર ધોલી ડેમનું નિમૉણ કરવામાં આવ્યું હતું.જે આનંદની બાબત છે.
બલડેવા-પીંગોટ અને ધોલી ડેમના નિમૉણને ૪૦-૪૫ વષઁ થયા છે.ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીના પ્રવાહની સાથે મોટા જથ્થામાં માટી ડેમના તળ ભાગમાં કાયમી માટે સ્થાયી થવાથી ૮૦ ટકા ત્રણેય ડેમમાં પાણી પુરાણ થવાથી પાણીની સંગ્રહશક્તિમાં ઘટાડો નોંધાયો છે.દરવષઁ ચોમાસામાં ત્રણેય ડેમ ઓવરફ્લો થાય છે, અને રાજ્ય સરકારના ચોપડે નોંધાય છે.પરંતુ ભૌગોલિક રીતે પરીસ્થિતિ કોઈને નજરે પડતી નથી.ત્રણેય ડેમમાંથી ૫૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પુરતું પાણી મળી શકે તે માટે ૭૫ કિલોમીટર લાંબી કેનાલનું નિમૉણ કરાયું હતું.પરંતુ ૪૫ વષઁથી કેનાલ તુટેલી-જજૅરીત હાલતમાં હોવાથી ખેડુતોને સિંચાઈ માટેનું પાણી આપી શકાતું નથી. માત્ર ૩૦૦ હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પાણી અપાઇ છે.આ કડવી વાસ્તવિક્તા છે.તેવા સંજોગોમાં સિંચાઈ માટેનું પુરતું પાણી નહી મળી શકવાના કારણે ખેડુતને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.આ બાબતે ખેડુતોના હિતમાં રાજ્ય સરકારમાં અવાજ કોણ ઉઠાવશે તે જોવું રહ્યું
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
