તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
નવલી નવરાત્રીમાં નર્મદા પોલીસ પણ જીતનગર હેડ ક્વાટર ખાતે ગરબાનું આયોજન
પોલીસ પરિવાર અને બહારના ખેલૈયાઓ પણ આ ગરબામાં રમી શકસે:ગરબામાં અલગ અલગ ખાણી પીણીના સ્ટોલ લાગશે જ્યાં ખેલૈયા પોતાની મનપસંદ વસ્તુ ખરીદી કરીને ખાઈ શકશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:તારીખ ૩ ઓક્ટોમ્બર થી શરૂ થતી નવલી નવરાત્રીaની રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે, ખાસ કરીને આ વર્ષે નર્મદા પોલીસે પણ જીતનગર હેડ ક્વાટર ખાતે નવરાત્રી નું આયોજન કર્યું છે
રાજપીપળામાં આ વર્ષે દરબાર રોડ, લીમડા ચોક, કાછીયા વાડ, ચોર્યાસી વાડી, દશા ખડાયતા વાડી, આશાપુરી માતા મંદિર પાસે સહિત ના મંડળો દ્વારા ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે નર્મદા પોલીસે પણ જીતનગર પોલીસ હેડ ક્વાટર ખાતે ભવ્ય મેદાન માં ગરબા નું આયોજન કર્યું છે, જેમાં પોલીસ પરિવાર ની સાથે બહાર ના ખેલૈયાઓ પણ રમી શક્સે અને ત્યાં અલગ અલગ ખાણીપીણી ના સ્ટોલ મૂકવામાં આવનાર છે જ્યાં ખેલૈયાઓ પોતાની મનપસંદ વસ્તુઓ ખરીદી કરીને ખાઈ શકશે. આમ રાજપીપળા સહિત જિલ્લામાં અનેક ઠેકાણે માતાજી ના ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
