<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

ગાંધી જયંતિ નિમિત્તે નાંદોદ કોંગ્રેસ દ્વારા ગાંધીજીના સ્મારક પર ફૂલહાર કરી શ્રધાંજલિ અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને રાજપીપળા શહેર કોંગ્રેસ દ્વારા દેશના રાષ્ટ્રપિતા એવા અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજી જયંતિ નિમિત્તે ગાંધી ચોક પાસે મહાત્મા ગાંધીના સ્મારક ને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં નાંદોદ પૂર્વ ધારાસભ્ય પી.ડી, નર્મદા જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ પટેલ, નાદોદ તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ વસાવા રાજપીપળા શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ માલવ બારોટ,  નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પૂર્વપ્રમુખ વાસુદેવ વસાવા, રાજપીપળા નગરપાલિકા માજી પ્રમુખ મહેશભાઈ વસાવા, જીગ્નેશભાઈ કોન્ટ્રાક્ટર, હમેશભાઈ વસાવા, વડીયા ગામ માજી સરપંચ અમિતભાઈ વસાવા, નિલેશભાઈ વસાવા જેવા અનેક હોદ્દેદાર કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

(11:34 PM IST)