<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

૪૧ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન નોંધણી શરૂ

ભૂપેન્‍દ્રભાઇ-રાઘવજીભાઇને અભિનંદન : ચેતન રામાણી

રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી ચેતન રામાણીએ જણાવ્‍યું છે કે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તેમજ કૃષીમંત્રી રાઘવજીભાઇ પટેલએ લાભપાંચમથી ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની કવાયત હાથ ધરી છે ત્‍યારે તેમને અભિનંદન પાઠવ્‍યા છે અને મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે આજથી નોંધણી શરૂ થનાર હોય રાજીપો દર્શાવ્‍યો છે.

રાજય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી મગફળી, સોયાબીન, અડદ ૪૧ અને મગ જેવા ખરીક પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડુતોની ઓનલાઇન નોંધણી તા.૩-૧૦-ર૦ર૪ થી તા.૩૧-૧૦-ર૦ર૪  દરમ્‍યાન ગ્રામ્‍ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્‍દ્રો ખાતેથી વીસીઇ મારફતે ખેડુતોની નોંધણી નાફેડના ઇ-સમૃધ્‍ધિ પોર્ટલ પર કરવામાં આવશે તેમજ ગુજરાતમાં લાભ પાંચમ પછી તા.૧૧-૧૧-ર૦ર૪ થી ૯૦ દિવસ સુધી મગફળીનો ૧૩પ૬, મગનો ૧૭૩૬, અડદનો ૧૪૮૦ અને સોયાબીનની ૯૭૮  રૂા. પ્રતી મણ ટેકાના ભાવે ખરીદી થશે તેવો નિર્ણય લેવાયો છે.

(2:49 PM IST)