News of Friday, 4th October 2024
નિરમા યુનિવર્સિટીના NCC કેડેટસ દ્વારા નુક્કડ નાટક-ઇકો હરીફાઇ-સ્વચ્છતા અભિયાન
નિરમા યુનિવર્સિટીના એનસીસી કેડેટ્સએ નુક્કડ નાટક અને ઇકો હરીફાઇના આયોજન સાથે સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરી

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ નિરમા યુનિવર્સિટીના ફઘ્ઘ્ કેડેટ્સએ નુક્કડ નાટક અને ઈકો હરીફાઈ ના આયોજન સાથે સ્વછતા અભિયાનની ઉજવણી કરી. યુનિવર્સિટીના ફઘ્ઘ્ યુનિટે, વિદ્યાર્થી કલ્યાણ બોર્ડના સહયોગથી, તાજેતરમાં ‘સ્વચ્છ ભારત અભિયાન'ની ૧૦મી વર્ષગાંઠની ઉજવણી માટે ‘નુક્કડ નાટક'નું આયોજન કર્યું હતું. ‘સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા' થીમ સ્વચ્છતાના મહત્વ પર પ્રકાશ પાડે છે. ફઘ્ઘ્ કેડેટ્સે આપણા રોજિંદા જીવનમાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા માટે વિવિધ પાત્રો દર્શાવતા વિચારપ્રેરક નાટક રજૂ કર્યું હતું. વધુમાં, કેડેટોએ ‘બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ' સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં દરેકને બિનઉપયોગી સામગ્રીમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કેડેટ્સે ‘સ્વચ્છ ભારત અભિયાન'ના સિદ્ધાંતોને જીવનભર જાળવી રાખવાની પ્રતિજ્ઞા લઈને કાર્યક્રમનું સમાપન થયું.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
