<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

વડોદરામાં હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટનું વેચાણ કરતા દુકાનદાર સામે પોલીસની કાર્યવાહી

એસઓજીએ, દુકાન માલિક પાસેથી 53 હજારની કિંમતની સિગરેટ અને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ જપ્ત કરી

વડોદરામાં એસઓજીએ,  હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટનું વેચાણ કરતા દુકાનદાર સામે કાર્યવાહી કરી છે. એસઓજીએ, દુકાન માલિક પાસેથી 53 હજારની કિંમતની સિગરેટ અને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ જપ્ત કરી છે.

   સન ફાર્મા રોડ પર જનરલ સ્ટોરમાંથી 53,500 ની કિંમતની હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ જપ્ત કરી વેપારી સામે ગુનો નોંધ્યો છે. નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પાનના ગલ્લા તથા અન્ય વિક્રેતાઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. એસઓજીએ દુકાન માલિક સામે સિગરેટ એન્ડ ટોબેકો પ્રોડક્ટ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

(6:51 PM IST)