News of Saturday, 5th October 2024
અમદાવાદ ખેતી બેન્કમાં જીલ્લાનાં પ્રતિનિધિઓનો સન્માન સમારોહ યોજાયો
રાઘવજીભાઇ પટેલનું બેન્કના ચેરમેન ડોલરભાઇ કોટેચાના હસ્તે સન્માન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૫: ખેતી બેન્કની આશ્રમ રોડ, અમદાવાદ સ્થિત વડી કચેરીએ બેન્કની રાજયભરમાં આવેલ ૧૭૭ શાખાઓના પ્રતિનિધીશ્રીઓ અને સભ્યશ્રીઓના સન્માનનો જીલ્લાવાર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં જુનાગઢ અને બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ-પ્રતિનિધિઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલએ ઉપસ્થિત રહેલ. બેન્કના ચેરમેનશ્રી ડોલરભાઈ કોટેચાએ ફૂલહાર અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરેલ હતું.
રાઘવજીભાઈ પટેલએ જણાવેલ કે ખેતી બેન્કને કે ખેતી બેન્કના ખેડૂતોને જયારે પણ જરૂર જણાય ત્યારે અમારો સંપર્ક કરી શકે છે અને રાજય સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે કટીબદ્ધ છે.
બેન્કના જુનાગઢ જિલ્લાના સિનિયર ડિરેક્ટર અને પૂર્વ મંત્રી જસાભાઈ બારડ અને બનાસકાંઠા જિલ્લા ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઇ મહેસાણા જિલ્લા ડિરેક્ટર રામજીભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
જુનાગઢ અને બનાસકાંઠા જિલ્લાની શાખા સમિતિના સભ્યો અને પ્રતિનિધીશ્રીઓનું બેન્કના ચેરમેનશ્રીએ ફૂલહાર અને મોમેન્ટો આપી બહુમાન કર્યું હતું.
બેન્કના ચેરમેને જુનાગઢ અને બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપેલ અને પ્રતિનિધિ અને સભ્ય તરીકે વર્ષો સુધી બેંકમાં જોડાઈ જિલ્લાના ખેડૂતોના પ્રશ્નોના નિવારણ માટે જે ઉમદા કાર્ય કરી રહ્યા છે તે બદલ તેઓનો આભાર વ્યક્ત કરેલ અને આગામી વર્ષોમાં પણ આ જ રીતે બેન્ક સાથે જોડાઈ ખેડૂતોના હિતમાં કામ કરવા અનુરોધ કરેલ હતો. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)(
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
