News of Saturday, 5th October 2024
રાજકોટમાં હિન્દી માધ્યમની શાળા ખોલવા રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુડ઼લા, તા.૫: રાજકોટ શહેરમાં વસતા પરપ્રાંતીયોના બાળકોના શિક્ષણ માટે નવી સરકારી હિન્દી પ્રાથમિક શાળા ખોલવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જનહિતની અરજી કરવા છતાં આજ સુધી રાજકોટ કોર્પોરેશન દ્વારા શાળા શરૂ કરાઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, વડોદરા અને સુરત અને જામનગર, કચ્છ, વલસાડ જેવા શહેરો માં ઘણી બધી હિન્દી શાળાઓ કાર્યરત છે. રાજકોટ હાલ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને શહેરમાં અનેક યુપી, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના પરપ્રાંતીય લોકો કાયમી વસવાટ કરે છે. આવા લોકોના બાળકોને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા પ્રત્યાયનની મુશ્કેલી ઊભી થાય છે.
રાજકોટ આજી ડેમ નજીક હિન્દી ભાષી લોકોની વસ્તી ધરાવતા એક વિસ્તારમાં રાજમાહી માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ (રાજકોટ) દ્વારા આશરે ૧૫૦ બાળકોનો સર્વે કરવામાં આવેલ અને ત્યારબાદ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને આ બાબતે શાળા ૧જબાદ) શરૂ કરવા દરખાસ્ત કરેલ. શાસનાધિકારી શ્રી દ્વારા આ બાબતે ગાંધીનગર નિયામક કચેરી ખાતે નવી શાળા શરુ કરવા માટે દરખાસ્ત પણ મોકલવામાં આવેલ પરંતુ કોર્પોરેશનના ૧૦% નિભાવ ખર્ચના ઠરાવની અપૂર્તતા હોવાના કારણે ગાંધીનગર નિયામક દ્વારા દરખાસ્તમાં આ ઠરાવની પુર્તતા કરવા જણાવાયું હતું. પરંતુ ત્યારબાદ શાસનાધિકારી શ્રી નો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે હાલ અમારી પાસે શાળા શરૂ કરવા માટે જગ્યા નથી, માટે હિન્દી શાળા શરૂ કરી શકાશે નહિ.
ઉલ્લેખનીય છે કે ગુજરાત શિક્ષણ વિભાગના રાઈટ ટુ એજ્યુકેશન ૨૦૦૯ના નિયમ મુજબ દરેક બાળકને પોતાની માતળભાષામાં શિક્ષણ મેળવવાનો અધિકાર છે. નજીકમાં શાળા ઉપલબ્ધના હોય તો દૂર અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર ટ્રાન્સપોર્ટશન ખર્ચ પણ ચૂકવે છે ત્યારે રાજકોટ નગર શિક્ષણ સમિતિ દ્વારા આ બાબતે કોઈપણ નક્કર પગલાં ભરવામાં આવતા નથી.
જો આવનારા દિવસોમાં આ બાબતે નિયમોનુસાર કામગીરી નહિ કરવામાં આવે અથવા તેમાં ઢીલી નીતિ રાખવામાં આવશે તો ઉચ્ચ કક્ષાએ તમામ પૂરાવાઓ સહિત લેખિત રજૂઆત કરવામાં આવશે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
