તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 5th October 2024
દેશમાં નરેન્દ્રભાઇએ આરોગ્ય સેવા સુદ્રઢ બનાવી, મેડીકલમાં ૭પ૦૦૦ બેઠકો વધારાશેઃ અમિતભાઇ
અડાલજમાં હીરામણિ આરોગ્યધામનું લોકાર્પણઃ ભુપેન્દ્રભાઇ પટેલ અને પરિમલ નથવાણીની હાજરી હીરામણિ આરોગ્યધામમાં સેવા ભાવથી સારવાર થશેઃ નરહરિ અમીન * એલોપેથી, આયુર્વેદ, નેચરોપથી વગેરે સારવાર ઉપલબ્ધઃ વરૂણ અમીન

સેવાનું સ્વર્ણિમ સોપાન : ગાંધીનગરના અડાલજમાં અન્નપૂર્ણા મંદિર પાછળ જનસહાયક ટ્રસ્ટ દ્વારા હીરામણિ આરોગ્યધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું ઉદ્્ઘાટન તકતી અનાવરણ કાલે કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે કરવામાં આવેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજયસભાના સભ્યશ્રી પરિમલ નથવાણી વગેરેના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ. ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, ઉપરાંત નીતાબેન અમીન અને અન્ય ટ્રસ્ટીઓએ મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતું.
રાજકોટ તા. પ :.. જન સહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણિ આરોગ્યધામ નું ગઇકાલે ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય ગળહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીનાં હસ્તે તક્તિનું અનાવરણ કરી અનઉદ્્ઘાટન અદ્યતન સુવિધાઓથી સજ્જ હીરામણિ આરોગ્યધામની મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન મહાનુભાવો એ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ અંગે માહિતી મેળવી પ્રશંસા કરી હતી.
સ્વાગત પ્રવચન કરતા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. શ્રી વરૂણભાઇ અમીને જણાવ્યું હતું કે આજનો દિવસ આપણા માટે ગૌરવનો દિવસ છે. જન સહાયક ટ્રસ્ટ દ્વારા સ્કૂલ હોસ્ટેલ અને વળદ્ધાશ્રમ આરોગ્યધામ નિર્માણ કર્યું છે. હીરામણિ નામ મારા દાદા હીરાભાઈ અને દાદી મણિબેનના નામનું સંયોજન છે. આ આરોગ્યધામનું ભૂમિ પૂજન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી તારીખ ૧૨ એપ્રિલ ૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું તેના પછી બે વર્ષ પાંચ મહિના અને ૨૨ દિવસ પછી આજે તેનું લોકાર્પણ થઈ રહ્યું છે સ્વાગત પ્રવચન દરમિયાન વરૂણભાઇ અમીને આરોગ્યધામમાં રાહતના દરે ઉપલબ્ધ વિવિધ સેવાઓની માહિતી આપી હતી.
અડાલજ અન્નપુર્ણા મંદિર પાછળ આવેલ આ સંસ્થામાં આયુર્વેદિક વિભાગમાં પંચકર્મ, વમન, વિરેચન, યોગા, મેડિટેશન, ગર્ભ સંસ્કાર, સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવી સુવિધાઓ મેડિક્લેઇમની સુવિધા સાથે ઉપલબ્ધ છે. ઉપરાંત નેચરોપથી વિભાગમાં મડબાથ થેરાપી, અરોમા થેરાપી અને ડાયટ કન્સલ્ટેશન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. હોમિયોપથી ડિપાર્ટમેન્ટમાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા હોમિયોપથીની સારવાર આપવામાં આવશે. ૨૪ કલાકની સુવિધાઓમાં બ્લડ બેન્ક, એલોપેથી ફાર્મસી, આયુર્વેદિક અને હોમિયોપથી ફાર્મસીની સુવિધાઓ ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરતા જણાવ્યું હતું કે જન સહાયક ટ્રસ્ટ દ્વારા ૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ આરોગ્ય ધામનું લોકાર્પણ થયું છે આજે આદ્યશક્તિની ઉપાસનાના પર્વનો બીજો દિવસ છે ત્યારે માં અન્નપૂર્ણા ના સાનિધ્યમાં લોકાર્પણ નો કાર્યક્રમ નો સુગમ સમન્વય થયો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય ગળહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતળત્વમાં દેશમાં સર્વાંગી વિકાસનો ઉદય થયો છે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા લોક કલ્યાણના અનેકવિધ પ્રકલ્પો શરૂ થયા છે.
લોકાર્પણના પ્રસંગે કેન્દ્રીય ગળહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, લોકાર્પણ નો આજનો કાર્યક્રમ બીજા નોરતાના દિવસે આયોજિત કર્યો છે તે ખૂબ આનંદની વાત છે. જિંદગીમાં ચડાવ ઉતારો તો આવ્યા કરે. સમાજની સેવા કરવા માટે કોઈ હોદ્દાનું મહત્વ નથી હોતું આવા સામાજિક સેવાઓના કાર્યોમાં સક્રિયતા અને ઉદ્દેશ્યનું જ મહત્વ હોય છે. નરહરી ભાઈએ ઘણાં વર્ષોથી લોકોની સમસ્યાઓના નિવારણ માટે અનેકવિધ સેવાઓ અને પ્રવળત્તિઓ ચાલુ રાખી છે. સ્કૂલના માધ્યમથી ૪૦૦૦ બાળકોના વિકાસ માટે પ્રયત્ન કરે છે ઘરડાઘર, અન્નપૂર્ણા હોલ અને પછી હવે માતા પિતાની સ્મળતિમાં આરોગ્યધામનું જે નિર્માણ કર્યું છે, તેના માટે હું તેમને અભિનંદન આપું છું
તેઓએ જણાવ્યું હતું કેદિવસે દિવસે લોકોની જિંદગી ફાસ્ટ બનતી જાય છે પ્રદૂષિત વાતાવરણ ખોરાક પાણી વિગેરેની શરીર પર અસર પડે છે જુદા જુદા રોગોની સાતત્યપૂર્ણ સારવારની હવે જરૂર પડે છે. આ બધું ધ્યાનમાં રાખીને અડાલજ ખાતે આરોગ્યધામ જે બનાવ્યું છે તે માટે અભિનંદનને પાત્ર છે, અહીં સંપૂર્ણ આરોગ્ય સેવાઓની સાથે સાથે વિવિધ થેરાપીઓને પણ આવરી લીધી છે. દેશનાં વડાપ્રધાન શ્રી દ્વારા બારીકાઈથી આ બધી સમસ્યાઓનો અભ્યાસ કરીને બધા પ્રકારની સારવારને સાંકળવા માટે દેશમાં જાગળતતા કેળવી છે. આઝાદી મળ્યા બાદ ૭૦ વર્ષ સુધી જન સુખાકારીના ક્ષેત્રમાં જે નહોતું થયું તે વિશે વિચાર કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇએ સફાઈ અભિયાન, શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય, યોગ, આયુષ્માન યોજના દ્વારા ૬૦ કરોડ લોકોને પાંચ લાખ સુધીની મફત સારવારની યોજનાઓ કરી મેડિકલ સીટો માં વધારો કરી હોસ્પિટલો પણ બનાવી છે.
હજી ભવિષ્યમાં બીજા ૭૫ હજાર મેડિકલ સીટો વધારવાની છે. પી એચ સી અને સી એચ સી નું અપ્રેડેશન કર્યું છે, જેનેરીક દવાઓ શરૂ કરી છે દેશના યુવાનોને રમતગમત સાથે જોડ્યા છે તેઓએ દેશના ૧૪૦ કરોડ નાગરિકોને આ બધી જ યોજનાઓ સાથે સાંકળી લીધા છે. હીરામણિ આરોગ્યધામના લોકાર્પણ માટે મને આમંત્રિત કરીને નરહરી ભાઈએ આ એક શુભ કાર્યમાં મને જોડ્યો છે તે માટે હું તેમનો આભાર માનું છું
જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ અને રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીને જણાવ્યું હતું કે, અમારા આમંત્રણને માન આપીને કેન્દ્ર સરકારના ગળહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી પધાર્યા તે માટે હું તેમનો આભાર માનું છું. ે નિષ્ણાંત ડોકટરોની ટીમથી આરોગ્યધામમાં ચેરીટીના ધોરણે જે સારવારના કામો થવાના છે તે હંમેશા માટે ચાલુ રહેશે.
આરોગ્યધામના લોકાર્પણનાં આ કાર્યક્રમ દરમ્યાન રાજ્યસભા સાંસદ નરહરિ અમીનના સાંસદનિધિ માંથી ૧૫૦ દિવ્યાંગ બાળકોને હિંયરીગ એઇડ ડીવાઈસ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યુ. તે પૈકી માનનીય ગળહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનાં હસ્તે પ્રતિક રૂપે ૫ બાળકોને હિયરીંગ એઇડ ડીવાઈસ કીટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટનાં ઉપઙ્ઘમુખ નીતાબેન અમીન, સેક્રેટરી આર. સી. પટેલ, જોઇન્ટ સેક્રેટરી પંકજભાઇ દેસાઇ, ખજાનચી વિજુલ વરૂણ અમીન, ગર્વનિંગ બોડીનાં સભ્યો ધનશ્યામભાઇ અમીન, પ્રવિણચંદ્ર અમીન, પ્રશાંતભાઇ અમીન, દેવેન્દ્રભાઇ પટેલ, ભગવતભાઇ અમીન, આર્કિટેકટ અપૂર્વ અમીન તેમજ ગર્વનિંગ બોર્ડનાં અન્ય સભ્યો, દાતાઓ, તેમજ ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
