તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Saturday, 5th October 2024
ગુજરાતમાં વરસાદની શકયતા ન હોવાથી ખેલૈયાઓ : ગરબા આયોજકોમાં ખુશી
૧૫ ઓકટોબર સુધીમાં ચોમાસુ ગાયબ થઇ જશે : આઇએમડી દ્વારા આગાહી

અમદાવાદ, તા.૫: ગુજરાતમાં એક તરફ નવરાત્રી ચાલી રહી છે તો બીજી તરફ વરસાદની આગાહી વચ્ચે ખૈલયાઓ ગરમે રમી રહ્યા છે. જોકે, ગુજરાતમાં સત્તાવાર વિદાય હોવા છતાં વરસાદની શકયતા સેવાઈ રહી હતી. જોકે, ૨૪ કલાકમાં ગુજરાતમાં એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. હવામાન વિભાગે આજથી આગામી દિવસોમાં પણ વરસાદની શકયતાઓ સેવી નથી. ગુજરાતમાં વરસાદની શકયતા ન હોવાથી ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી.
હવામાન વિભાગની પ્રમાણે આજે ૫ ઓગસ્ટ ૨૦૨૪, શનિવારના દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તાર કયાંય વરસાદ પડવાની શકયતાઓ નથી. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં હવામાન સુકૂં રહેશે.
સમગ્ર દેશમાં ચોમાસું વિદાય લેવાનું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ૧૫ ઓક્ટોબર સુધીમાં ચોમાસું સંપૂર્ણપણે ગાયબ થઈ જશે. IMD અનુસાર આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં ૮% વધુ વરસાદ થયો છે. દરમિયાન હવામાન વિભાગનું પણ કહેવું છે કે આ વર્ષે કડકડતી ઠંડી પડી શકે છે. IMDનું કહેવું છે કે ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હી-NCR અને આસપાસના વિસ્તારોમાં આ વખતે તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે. આ વર્ષે પહેલા આકરી ગરમી પછી અતિવળષ્ટિ અને હવે શિયાળાને લઈને આવા દાવાઓ થઈ રહ્યા છે.
આનું કારણ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન લા નીના સક્રિય રહેવાની શકયતા છે. IMD અનુસાર, ઓક્ટોબર-નવેમ્બરમાં લા નીના સ્થિતિ સર્જાવાની ૭૧્રુ શકયતા છે. જો કે હવામાન વિભાગનું એમ પણ કહેવું છે કે ઠંડી કેટલી રહેશે તેની ચોક્કસ આગાહી નવેમ્બરમાં જ મળી શકશે. જો આ મહિને લા નીના સક્રિય રહેશે તો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં તીવ્ર ઠંડી પડી શકે છે. લા નીના સામાન્ય રીતે તાપમાનમાં ઘટાડાનું કારણ બને છે. જેના કારણે શિયાળામાં પણ વધુ વરસાદ પડે છે
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
