તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 5th October 2024
નવરાત્રિ એટલે લવરાત્રિ છે, નવરાત્રિએ નવ દિવસનો નાઈટ ફેશન શો : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી અનુપમ સ્વરૂપ નામના સંતનો વીડિયો વાયરલ
ભુખ્યા ભેડિયાઓની વચ્ચે સસલુ રમતુ મુકાય છે. તેમણે યુવતીઓની સરખામણી સસલા, હરણ સાથે કરી , હવે તો નવરાત્રિમાં અંગપ્રદર્શન થાય છે

અમદાવાદ તા.૫ : મા આદ્ય શક્તિની આરાધનનાના પર્વ નવરાત્રિ પર સ્વામીનારાયણ સંપ્રયાદના એક સ્વામીનો બફાટ સામે આવ્યો છે. સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામી નામના સંતનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં સ્વામીએ નવરાત્રિને લવરાત્રિ ગણાવી છે. પોતાના પ્રવચનમાં સ્વામીએ કહ્યું કે, નવરાત્રિ એ નવ દિવસનો નાઈટ ફેશન શો છે.
સ્વામીએ કહ્યું કે, વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા, નવરાત્રિએ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે. દીકરીને બગાડવાનું આમંત્રણ લિગલ નોટિસ સાથે. છુટાછેડા માટેનું મુખ્ય કારણ નવરાત્રિ છે.
યુવતીઓ માટે સ્વામી અનુપમ સ્વરૂપનું નિવેદન સામે આવ્યું છે કે, ગરબાની ટિકિટના ભાવ ઊંચા લેવાનું સાધન છે. ભુખ્યા ભેડિયાઓની વચ્ચે સસલુ રમતુ મુકાય છે. તેમણે યુવતીઓની સરખામણી સસલા, હરણ સાથે કરી છે. તેમણે કહ્યું કે, હવે તો નવરાત્રિમાં અંગપ્રદર્શન થાય છે. રાત્રે 12 વાગ્યા બાદ મનોરંજન થતુ હોય છે. રાત્રે 12 વાગ્યા સુધી જ નવરાત્રિ યોજવી જોઈએ.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
