તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 5th October 2024
દુબઇ, સિંગાપુર, હોંગકોંગની જેમ અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા શોપીંગ ફેસ્ટીવલ
જુદા જુદા ૪ સ્થળોએ આયોજનઃ ભુપેન્દ્રભાઇ પટેલ ઉદ્ઘાટન કરશે

અમદાવાદ તા. પ :.. એએમસી દ્વારા તારીખ ૧૨ ઓક્ટોબર ૨૦૨૪, દશેરાથી તારીખ ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ ઉત્તરાયણ સુધી શોપીંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તારીખ ૧૨ ઓક્ટોબરના રોજ સિંધુભવન રોડ ખાતે શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવવામાં આવશે. દુબઈ, સિંગાપુર, હોંગકોંગ તથા અન્ય દેશોમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
શોપિંગ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ ખરીદીના શોખીનો, ગ્રાહકો, કુશળ કારીગરો, વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે અને ગ્રાહકોને ૧૫થી ૫૦ ટકા ડિસ્કાઉન્ટ અપાશે. અંદાજે ૧૫થી ૧૬ કરોડ રૂપિયાના ખર્ચે યોજાનાર શોપિંગ ફેસ્ટિવલ માટેએએમસી અને સરકારી વિભાગો સંયુક્ત રીતે ખર્ચ ભોગવશે. સરકારી વિભાગો પાસેથી ખર્ચ પેટે ગ્રાન્ટ મેળવવામાં આવશે. એએમસી અને ટુરિઝમ, સ્પોર્ટ્સ, સહિત સરકારના વિભાગો દ્વારા સંયુક્ત રીતે શોપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવશે. શહેરના પヘમિ વિસ્તારમાં સિંધુભવન રોડ અને સી. જી. રોડ તેમજ પૂર્વ વિસ્તારમાં નિકોલ માર્કેટ અને કાંકરિયા ખાતે શોપિંગ ફેસ્ટિવલ યોજાશે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
