News of Saturday, 5th October 2024
રાજ્યના મોટાભાગના જિલ્લામાં ચોમાસાની અલવિદા :બે દિવસમાં 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે
બે ત્રણ દિવસમાં બાકીના વિસ્તારમાંથી પણ ચોમાસું વિધિવત રીતે વિદાઇ લઇ લેશે:કાલે વલસાડમાં હળવા વરસાદી ઝાપટાં વરસી શકે

અમદાવાદ : ગુજરાતના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાઇ લીધી છે અને બે ત્રણ દિવસમાં બાકીના વિસ્તારમાંથી પણ ચોમાસું વિધિવત રીતે વિદાઇ લઇ લેશે. આવતીકાલે વલસાડમાં હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી બે ત્રણ દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં અને લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગ અનુસાર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે અને આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતના બાકીના ભાગોમાંથી પણ ચોમાસું વિદાઇ લેશે. જોકે હવામાન વિભાગે આવાતીકાલે વલસાડમાં હળવો વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આજના લધુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 26 ડિગ્રી, ડીસામાં 24.8, ગાંધીનગરમાં 25.6, વલ્લભ વિદ્યાનગરમાં 26.2, વડોદરામાં 26.4, સુરતમાં 26.4, ભુજમાં 25, નલિયામાં 25.1, કંડલા પોર્ટમાં 26.5, અમરેલીમાં 24.4, ભાવનગરમાં 25.1, દ્વારકામાં 26.5, ઓખામાં 25.7, પોરબંદરમાં 24.5, રાજકોટમાં 25.2, વેરાવળમાં 26.4, સુરેન્દ્રનગરમાં 25, મહુવામાં 23.9, કેશોદમાં 23.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
આજના મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 35 ડિગ્રી, ડીસામાં 33.1, ગાંધીનગરમાં 33.8, વલ્લભ વિદ્યાનગરમાં 32.7, વડોદરામાં 33.6, સુરતમાં 33.2, ભુજમાં 34.7, નલિયામાં 32.7, કંડલા પોર્ટમાં 33.6, અમરેલીમાં 34.2, ભાવનગરમાં 32.6, દ્વારકામાં 33.1, ઓખામાં 33, પોરબંદરમાં 32, રાજકોટમાં 34, વેરાવળમાં 32.7, સુરેન્દ્રનગરમાં 34.8, મહુવામાં 33.6 અને કેશોદમાં 32.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
