News of Saturday, 5th October 2024
બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા :આગામી 14મીથી વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે: અંબાલાલ પટેલની આગાહી
દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા

અમદાવાદ : વરસાદ અને ચક્રવાતને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યુ છે કે આગામી 14 ઓક્ટોબરથી વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે. 16થી 22 ઓકટોબર વરસાદ વરસી શકે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
