News of Saturday, 5th October 2024
8 ઓક્ટોબરથી 5 દિવસ સુધી પૉસ્ટ મોન્સૂન વરસાદ પડી શકે : તાપમાન પણ ઊંચું જશે : પરેશ ગોસ્વામીની આગાહી
સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું સક્રિય છે. જેના કારણે ભેજનું પ્રમાણ સતત વધારે

અમદાવાદ :ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અત્યારે રાજ્યના 60 થી 65 ટકા વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. વિદાય લેતા ચોમાસા વચ્ચે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યારે સપ્ટેમ્બરના અંત અને ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ વધારે રહેતું હોય છે. આજ કારણોસર છેલ્લા 2-3 દિવસથી તાપમાન 32 થી 25 ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતના અનેક ભાગોમાં તાપમાન 35 ડિગ્રી કરતાં પણ ઊંચુ જઈ રહ્યું છે.
અત્યારે પણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું સક્રિય છે. જેના કારણે ભેજનું પ્રમાણ સતત વધારે જોવા મળી રહ્યું છે. આગામી એક મહિના સુધી ભેજવાળા વાતાવરણ અને ઊંચા તાપમાનમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. એટલે કે, આગામી 5 નવેમ્બર સુધી ગરમી, અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડી શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ઑક્ટોબર મહિનામાં તાપમાન 34 થી 36 ડિગ્રીની વચ્ચે રહ્યું છે. જો કે આ વર્ષે જેમ-જેમ સમય પસાર થશે, તેમ-તેમ તાપમાન છેલ્લા એક દાયકાનો રેકોર્ડ તોડી શકે છે. જેમાં તાપમાન 38 થી 39 ડિગ્રી સુધી જઈ શકે છે.
હવે જો આગામી દિવસોમાં આવી જ રીતે તાપમાન સતત વધારે ઉપર જશે, તો ભારતની નજીક એક સાયક્લોન બનશે. જેને પોસ્ટ મોન્સૂન સાયક્લોન કહેવાય છે. જો કે આવા પોસ્ટ મોન્સૂન સાયક્લોનના લેન્ડ ફૉલિંગની શક્યતા નહીવત હોય છે. જેની અસરના ભાગરૂપે આગામી 8 ઓક્ટોબરથી 5 દિવસ સુધી પૉસ્ટ મોન્સૂન વરસાદ પડી શકે છે.
આ 4-5 દિવસ દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગો જેમા દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડી શકે છે. જો કે પોસ્ટ મોન્સૂન સાયક્લોન બને તેવું અત્યારથી કહેવું વહેલું ગણાશે, પરંતુ અત્યારે પરિબળો એવા જ છે. જેથી હજુ પણ ઊંચા તાપમાન અને વરસાદી માવઠા માટે લોકોએ તૈયાર રહેવું જોઈએ.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
