<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

ગીરીરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ રાજપીપળા ખાતે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરાયું

વાત્સલ્ય સ્કુલ ની વિદ્યાર્થીની ધ્રુવી રાજ ગણિત પ્રોજેક્ટમાં નાંદોદ તાલુકા કક્ષા એ પ્રથમ ક્રમ લાવી; વિજ્ઞાન પ્રદર્શનનું 4 વિભાગમાં 3 નંબર પર વિજેતા બન્યા.; જેનીલ ઋષિ એ આધુનિક ટેકનિક નો બ્રિજ બનાવી ને સ્કૂલ નું નામ રોશન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 ગીરીરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ રાજપીપળા ખાતે યોજવામાં આવેલ જેમાં નાદોલ તાલુકામાંથી જુદા જુદા 15 ક્લસ્ટર માંથી એક થી પાંચ વિભાગમાં 74 જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી આજના કાર્યક્રમનું ઉદઘાટન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી  નિશાંત દવેના હસ્તે કરવામાં આવેલ તેમજ સમગ્ર શિક્ષા વિભાગના ટીચર ટ્રેનર વસંત સાહેબ ગીરીરાજ ઇન્ટરનેશ સ્કૂલના દિલીપભાઈ શેઠ ચંદ્રેશભાઇ ધંધુકિયા સાહેબે હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ પ્રદર્શન નિહાળવા આવેલ નિર્ણાયકોએ પોતાનો તટસ્થ નિર્ણય આપી યોગ્ય કામગીરી કરેલ વિભાગ 1,ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા જેમાં પ્રથમ નંબરે ઝાંસીની રાની લક્ષ્મીબાઈ (રોબોટિક્સ વિલ ચેર) વિભાગ ૨ પરિવહન અને પ્રત્યાયન પ્રાથમિક શાળાના લીમટવાળા (ન્યુ વે ઓફ ટ્રાન્સપોર્ટેશન) વિભાગ ૩ કુદરતી ખેતી પ્રાથમિક શાળા ગાડી( વાવો કુદરતી ખાવો કુદરતી જીવો કુદરતી) વિભાગ ૪ ગાણિતિક નમૂના વાત્સલ્ય વિદ્યાલય( ટ્રીક  વિથ સ્ટ્રીક્સ )વિભાગ ૫ આપત્તિ વ્યવસ્થાપન પ્રાથમિક શાળા આપતિ વ્યવસ્થાપન. આમ એક થી ત્રણ ક્રમાંક વિજેતા કૃતિઓને SBI લાઇફ L. M. કુમારી  સ્વેજલ કલમભાઈ વસાવા દ્વારા ટ્રોફી તેમજ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ. નાદોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ આમ ગણિત વિજ્ઞાન પ્રદર્શન બીઆરસી કોઓર્ડીનેટર નરેન્દ્રભાઈ પટેલ તેમજ તેમની સી.આર.સી ટીમ અને બ્લોક સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ.

- વાત્સલ્ય સ્કુલ ની વિદ્યાર્થીની ધ્રુવી રાજ જે ગણિત પ્રોજેક્ટમાં નાંદોદ તાલુકા કક્ષા એ પ્રથમ ક્રમ લાવી છે તમામ વિજેતાઓને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.

- GSL PUBLIC SCHOOL ની કૃતિ નો વિજ્ઞાન પ્રદર્શનનું  માં 4 વિભાગ માં 3 નંબર પર વિજેતા બન્યા. જેનીલ ઋષિ એ આધુનિક ટેકનિક નો બ્રિજ બનાવી ને સ્કૂલ નું નામ રોશન કર્યું હતું.

(11:45 PM IST)