News of Saturday, 5th October 2024
રાજપીપળાની સ્કૂલો, માર્ગો પર થતું આખલા યુધ્ધ ક્યારેક બાળકો કે વૃધ્ધો માટે જીવલેણ કહી શકાય
શાળા છૂટયા બાદ રાજેન્દ્ર હાઇસ્કૂલ બહાર બાથેલા બે આખલા જો શાળા છૂટવાના સમય બાખડયા હોત તો જોખમ ઉભી થઇ શકત: દરબાર રોડની ગલીઓમાં દરરોજ યુધ્ધ કરતા આખલા નાના બાળકો કે મંદિરે જતા ભક્તો માટે જોખમી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેર માં રખડતા પશુઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે, અને આ તકલીફ ફક્ત રાજપીપળામાં જ નથી આખા ગુજરાત રાજ્યમાં બધેજ આ સમસ્યાથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે પરંતુ સરકાર આ મુદ્દે હજુ ગંભીર થઈ નથી અને કેટલાય લોકોના મોત અને ઇજા થઈ છે
હાલમાં વાત કરીયે તો રાજપીપળા શહેરમાં ઘણા વર્ષોથી રખડતા જાનવરો લોકો માટે ખતરારૂપ બની ગયા છે જોકે નગરપાલિકા દ્વારા ઘણીવાર ઢોર પકડવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હોવા છતાં ફરી આ જ સ્થિતિ હોવાથી અને આ ઢોરો થી દરેક ફળિયામાં મળ મૂત્રથી ગંદકી થાય છે સાથે સાથે તેમાં જ્યારે આંખલા લડાઈ કરે છે ત્યારે રાહદારીઓ અને વાહનોને નુકશાન પણ થાય છે તેમજ નાનકડી ગલીઓમાં તો રીતસર નાસભાગ મચી જાય છે ગઇકાલે રાજપીપળાની રાજેન્દ્ર હાઇસ્કૂલ સામે જ બે આંખલા લડતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા, જોકે શાળા છૂટી ગયા બાદ આ ઘટના બનતા કોઈ બાળકોને અન્યને નુકશાન થયું નથી, આવા જીવલેણ પશુઓથી છુટકારો મળે એ માટે સરકાર કોઈ નક્કર પગલાં લઈ તેનું આખા રાજ્ય માંથી દૂષણ દૂર કરે એ જરૂરી બન્યું છે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
