<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

નર્મદા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોનું પડતર માંગણીઓ મુદ્દે મામલતદારને આવેદન

અસહકાર ચળવળ અંતર્ગત ઓક્ટોબર 2024નો જથ્થો ઉપાડ, ચલન પેઇડ કે વિતરણ નહીં કરવા અંગે જિલ્લાના 221 દુકાનદારોની રજૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સમગ્ર રાજ્યની સાથે સાથે નર્મદા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોએ પોતાની પડતર માંગણીઓ બાબતે જે તે તાલુકા કક્ષાએ મામલતદારોને આવેદનપત્ર આપ્યું હતું

   આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે રાજ્યના બંને એસોસિએશન દ્વારા વારંવાર સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ પ્રશ્નોની સતત ઉપેક્ષા ઓ થઈ રહી છે.જેથી અમારા બંને રાજ્ય એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે પૂર્વમાં સ્થગિત રાખેલ ગાંધી ચિંધ્યા માર્ગેની ચળવળ જેમાં વિતરણ સંબધિત કામગીરી નું અસહકાર ચળવળ ને સમ્પૂર્ણ પણે સમર્થન કરીએ છીએ.અને તે મુજબ અમો રેશન ડીલરો સામૂહિક રીતે ઓક્ટોમ્બર -૨૦૨૪ના માસથી બીજો આદેશ ન મળે ત્યાં સુધી જથ્થો ઉપાડ, ચલન પેઇડ, કે વિતરણ કામગીરીમાં અસહકારનું વલણ અપનાવીશું. જેની આ આવેદન પત્રથી જાણ કરી છે.
 રેશન સંચાલકોને પહેલાનો માંગણીઓ બાદ સરકારે ૨૦.૦૦૦ રૂપિયા કમિશન આપવાં જણાવી ઍ સમયે હડતાળનો અંત આણ્યો હતો પરંતુ પાછળથી સરકારે અન્ય કલમ ઉમેરી ૯૭% ઑનલાઇન વેચાણ થાય એ જ દુકાનદારોને કમિશન મળશે તેવી વાત કરી હોવાથી અને અનાજ ના જથ્થા માં આવતી ઘટ સહિત ના મુદ્દાઓ ને ધ્યાન માં રાખી જે તે સમયે સ્થગિત કરેલ આંદોલન હવે ફરી ઉપાડ્યું અને નર્મદા જિલ્લાના ૨૨૧ દુકાનદારો એ સહકાર આપી આ આંદોલનને મજબૂત બનાવી મામલતદારોને આવેદનપત્ર આપ્યા હતા.
 દુકાનદારો દ્વારા જાણવા મળ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ એ જજમેન્ટ આપ્યું હતું કે ત્રણ રૂપિયા કમિશન આપવાનું તેના બદલે હજુ પણ એક કિલો પર દોઢ રૂપિયો જ કમિશન આપે છે. આવા અનેક મુદ્દાઓ બાબતે સસ્તા અનાજ ના દુકાનદારો એ સરકાર સામે ફરી આંદોલન છેડ્યું છે

(11:53 PM IST)