News of Saturday, 5th October 2024
વિદ્યાર્થીઓને એસટી બસ અને પાસ બાબતે પડતી મુશ્કેલી મુદ્દે NSUIના કેવડીયા ખાતે ધરણાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:કેવડિયા ખાતે ટીમ NSUI દ્વારા વિવિધ મુદ્દાને લઈને ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા, છેલ્લા ઘણા સમયથી ગરુડેશ્વર તાલુકાના વિદ્યાર્થીઓ ને બસની અંદર બેસવાની જગ્યા મળતી નથી જેના કારણે વિદ્યાર્થિઓને ઘણી તકલીફ પડી રહી છે એમ છતા નવી બસ મુકવામાં આવી નથી તેમજ રાજપીપળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ ના કાઢી આપવાના લીધે ધરણાં કરવામાં આવ્યા હતા. જેનાં પગલે ડેપો મેનેજર દ્વારા તાત્કાલિક સ્ટુડન્ટ્સ ને પાસ કાઢી આપવામાં આવ્યા, જ્યારે નવી બસ ત્રણ ચાર દિવસમા ચાલુ થઇ જશે એવી વાત ફોન કોલ દ્વારા NSUIના જિલ્લા પ્રમુખ તેજસ તડવીને સમજાવટ કરી ત્યારે NSUI ટીમ ધરણાં પર થી ઉભા થયા હતા.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
