News of Saturday, 5th October 2024
નર્મદા કવોરી એસોસિયેશન હડતાળ પર ઉતરતા કપચી મટીરીયલ ઉત્પાદન ઠપ્પ થતા હાલાકી
રાષ્ટ્રીય એકતા દિવસ અને દિવાળી પહેલા કવોરી એસોસિયેશન હડતાળ પર ઉતરતા તંત્ર અને પ્રજાની મુશ્કેલી વધશે: નર્મદાની 10 જેટલી કવોરી બંધ થતાં 500 જેટલા કર્મચારીઓ દિવાળી તહેવાર સમયે બેરોજગાર બન્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ગુજરાત રાજ્યમાં લીઝ અને લીઝના સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળ પાડવામાં આવી છે. હડતાળ પર ઊતરતાં રાજ્યની તમામ ક્વોરીઓ બંધ થઈ ગઈ છે તેને નર્મદા જિલ્લા બ્લેકટ્રેપ ક્વોરી લીઝ એસોસિએશના સભ્યોએ સમર્થન જાહેર કર્યું છે. જેનાથી નર્મદા જિલ્લાના પ્લાન્ટ બંધ થતાં કપચી મટીરીયલ ઉત્પાદન પણ ઠપ્પ થઈ ગયું છે. નર્મદાની 10 જેટલી કવોરી બંધ થતાં 500 જેટલા કર્મચારીઓ દિવાળી તહેવાર સમયે બેરોજગાર થતાં તમામ સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને સરકાર કવોરી ઉદ્યોગ સાથે કરતો અન્યાય બંધ કરે અને કવોરી ચાલુ રહેવા દે એવી માંગ કરી રહ્યા છે.
બીજી બાજુ ભારે વરસાદ ને કારણે મુખ્ય નેશનલ અને સ્ટેટ હાઇવે થી લઇ જિલ્લાનાં મુખ્ય માર્ગો પણ ખખડધજ થઈ ગયા છે. જેને રિપેર કરવા ડામર કપચી, ડસ્ટ મટીરીયલ ની જરૂર પડશે..પણ હાલ કવોરી બંધ હોય સરકારના નિર્ણય થી તંત્ર રસ્તા બનાવી શકે તેમ નથી જેથી લોકોને વેઠવાનો વારો આવશે. સામે દિવાળી નો તહેવાર છે. અને 31 ઓક્ટોમ્બર ના રોજ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હોઈ સરકારે નવા રોડ બનાવવા કરોડો રૂપિયાની ફાળવણી પણ કરી છે. ત્યારે સામે કોઈ કવોરીમાં મટીરીયલ નથી તો તંત્ર કેવીરીતે કામગીરી કરસે માટે આ મુદ્દે સરકાર જલ્દી નિર્ણય લઈને કવોરી ઉદ્યોગ પુનઃ ધમધમતો થાય તો મટીરીયલ તૈયાર થાય અને રોજગારીની ચિંતા કરતા 500 મજદુરની રોજગારી યથાવત રહેતા તેમની દિવાળી પણ નહિ બગડે
ક્વોરી ઉધોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યો નથી. હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજન કારણસર ગુજરાત ની ખાણોનાં ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા સ્તરની પર્યાવરણીય કમિટી DEIAA દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા તમામ EC રાજ્ય સ્તરની પર્યાવરણ કમિટી (SEIAA) દ્વારા ફરીથી મૂલ્યાંકનની કાર્યવાહી આગામી તા.26 ઓકટોબર 2024 સુધીમાં પૂર્ણ નહિં થાય તો, લગભગ રાજ્યભરની બાકી રહેલી તમામ કવોરીલીઝનું (ATR) બંધ થનાર છે.એટલે રાજ્ય કવોરી એસોસિયેશન નાં આદેશ અનુસાર અમે હડતા પડી અમારા તમામ પ્લાન્ટ બંધ કર્યા છે : પરેશ ટાંક (પ્રમુખ કોરી એસોસિએશન, નર્મદા)
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
