<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

રાજપીપળાના મુખ્ય ગાર્ડનમાં દિવાળી પૂર્વે ફટાકડાના સ્ટોલ ઉભા કરવા માટે પાલીકા ખાતે હરાજી થઈ

દર વર્ષે પાલીકા દ્વારા ગાર્ડનમાં ફટાકડાના સ્ટોલ ઉભા કરવા હરાજી કરી સ્ટોલની ફાળવણી કરવામાં આવે છે:કુલ ૨૭ ફટાકડાના સ્ટોલની પાલિકા ખાતે હરાજી થઈ જેમાં વેપારીઓએ પોત પોતાના મનગમતા સ્ટોલ માટે બોલી લગાવી હતી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી હોય દિવાળી પહેલાજ રાજપીપળા શહેરમાં આવેલા મુખ્ય ગાર્ડનમાં ફટાકડાના સ્ટોલ ઉભા કરાઈ છે, જેમાં પાલિકા કચેરીમાં આ બાબતે હરાજી કર્યા બાદ જેતે વેપારીઓને નંબર મુજબ સ્ટોલ આપવામાં આવતા હોય ફટાકડા માટેના સ્ટોલ મેળવી ઓછા વત્તા ફટાકડાના જથ્થા સાથે પણ ધંધો કરવા અમુક વેપારીઓએ હરાજીમાં દુકાનો માટે પોતાનો ભાવ બોલ્યા હતા અને મનગમતા સ્ટોલ મેળવ્યા હતા. જેમાં કુલ.૨૭ સ્ટોલની હરાજી કરવામાં આવી.

પાલિકા ખાતે યોજાયેલ હરાજી માં પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેર, પાલિકા સદસ્યો અને મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયા સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા.


 

(12:00 AM IST)