<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

હજરપુરા ગામની સીમામા થયેલી કેળા ચોરીનો ભેદ :ગણતરીના કલાકોમાં

ઉકેલી રૂ.૨,૩૯,૦૦૦ નો મુદામાલ રીકવર કરતી રાજપીપલા ડી સ્ટાફ ટીમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ નર્મદા જિલ્લામાં નોંધાયેલ ઘરફોડ તથા સીમ ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ ને સુચના આપતા સંજય શર્મા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા વિભાગ ના સીધા માર્ગદર્શન હેઠળ વિ.કે.ગઢવી પોલીસ ઇન્સપેક્ટર રાજપીપલા પોલીસ સ્ટેશનનાએ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એ પાર્ટ હજરપુરા ગામની સીમાના અલગ-અલગ ખેતરમાંથી કોઈ અજાણયા શખ્શ કેળાંના લૂમની ચોરી કરી લઈ ગયેલ જે અનડીટેક્ટ ગુનાને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જણાવતા જે અનુસંધાને સી.સી.ટી.વી. ફુટેજ આધારે એક શંકમંદ છોટા હાથી તથા જ્યુપીટર મોપેડ લઈ અવર-જવર કરતાં બે શંકમદ શખ્શો જણાતા અંગત બાતમીદારો દ્રારા છોટા હાથી તથા જ્યુપીટર મોપેડ અને બન્ને શંકમંદ શખ્શોની તપાસ કરતા (૧) જતીનભાઈ મોહનભાઈ વસાવા( રહે. વાઘેથા તા.નાંદોદ જી. નર્મદા )તથા (૨) સચિનભાઈ જયંતીભાઈ વસાવા (રહે.હજરપુરા તા.નાંદોદ જી.નર્મદા) નાઓના હોવાનુ જણાઈ આવતા આ બન્ને શંકદારને રાજપીપલા પો.સ્ટે લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે આજથી બારેક દિવસ પહેલા અને ચારેક દિવસ પહેલા હજરપુરા ગામની સીમમા જ્યુપીટર મોપેડ થી રેકી કરી અલગ-અલગ કેળાના વાવેતરવાળા ખેતર માથી કેળાના લુમો કાપી ચોરી કરી છોટા હાથીમાં ભરી લઈ ગયેલ છે જે કબૂલાત કરતા રાજપીપલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડીટેકટ ચોરીના ગુનોઑ ગણતરીના કલાકોમાં ડીટેકટ કરી રૂ.૨,૩૯,૦૦૦/- નો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે

(12:01 AM IST)