<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

અમદાવાદમાં IPS મેસ ખાતે ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

મુખ્યમંત્રીએ આદિ શક્તિ મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો: મા જગદંબાની આરતી ઉતારી : સૌ આઇપીએસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ શનિવારે અમદાવાદમાં આવેલી આઇપીએસ મેસ ખાતે આઇપીએસ વાઈવ્સ એસોસિએશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે આદિ શક્તિ મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મા જગદંબાની આરતી ઉતારી હતી અને અને આઇપીએસ મેસ ખાતે ઉપસ્થિત સૌ આઇપીએસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર અને શર્મિન રાજકુમાર,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમકે દાસ, રાજયના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જીએસમલિક, સમશેર સિંહ,કેએન એલ રાવ અને અન્ય ઉચ્ચ IPS અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આઇપીએસ વાઈવ્સ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે અમદાવાદના ડાયનામાઇસ ગરબા ગ્રૂપ અને સૈયર ગરબા ગ્રૂપ તેમજ કલાકાર ભરત બારીયા દ્વારા પ્રાચીન-અર્વાચીન ગરબા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

(12:17 AM IST)