<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

બારડોલીના બાબેન ગામની સીમમાં શ્વાન વચ્ચે આવતા કારને નડ્યો અકસ્માતઃ કારમાં પાંચ લોકો પૈકી એકનું કરૂણ મોત

સુરતઃ સુરતના બારડોલીના બાબેન ગામની સીમમાં કારનો અકસ્માત થયો છે. શ્વાન વચ્ચે આવી જતા કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારમાં પાંચ લોકો પૈકી એકનું મોત થયુ છે. પાંચેય યુવકો કેટરસના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યુ છે. યુવકો ગરબા રમવા માટે જઈ રહ્યાં હતા ત્યારે 5 યુવક પૈકી 3 મહારાષ્ટ્રના અને 2 નવસારીના હોવાનું સામે આવ્યુ છે. ઘટનામાં 5 પૈકી એકનું મોત થયુ છે. જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે.

 

(11:52 AM IST)