તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th October 2024
બનાસકાંઠાનાં ધાનેરાનાં ખીંમત પાસે મોડી રાત્રે ગોઝારો અકસ્માતઃ બાઈક પર સવાર ૪ પૈકી ૩ યુવાનોનાં કમકમાટી ભર્યા મોતઃ ૧ ની હાલત નાજુક
કાર ચાલક કાર મુકી ફરારઃ પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી

અમદાવાદઃ બનાસકાંઠાનાં ધાનેરાનાં ખીંમત પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માકમાં બાઈક પર સવાર 4 પૈકી 3 યુવાનોનાં મોત નિપજ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
નેશનલ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં યુવાનોનાં મોત નિપજતા ગ્રામજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ત્યારે સર્જાયેલા અકસ્માતમાં 3 યુવાનોનાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો.
અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. ત્યારે ગ્રામજનો દ્વારા કારની તપાસ હાથ ધરતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. ત્યારે આ સમગ્ર મામલાની પોલીસને જાણ થતા પોલીસે કારમાં નંબર પ્લેટ પણ મળી આવી હતી. નંબર પ્લેટનાં આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
