તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 6th October 2024
સંગઠન પર્વનો ધમધમાટ: મંગળવારે જુના અને હાલના તમામ સાંસદો ધારાસભ્યોની બેઠક બોલાવતા સી આર પાટીલ
લાંબા સમયથી અંતર રાખીને બેઠા છે તેમને પણ પાર્ટીમાં સભ્ય તરીકે નોંધણી કરી નવા સભ્યો બનાવે તે માટે સમજાવવામાં આવશે !:નરેન્દ્રભાઈએ સીએમ તરીકે શપથ લીધા તેને ૨૪ વર્ષ પૂરા થાય છે, તેની ઉજવણી માટે ૮ થી ૧૫ સુધી સંગઠન પર્વ ઉજવાશે

તા. ૮ ઓક્ટોબર મંગળવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ જૂના અને હાલના વર્તમાન સાંસદો તથા ધારાસભ્યોને એકત્ર કરી રહ્યા છે.
શ્રી પાટીલે આવતીકાલે મંગળવારે કમલમ્ પર પક્ષના તમામ જૂના અને વર્તમાન ધારાસભ્ય અને સાંસદોને હાજર રહેવા માટે જણાવ્યું છે. સંગઠન પર્વને લઈને તેમની હિસ્સેદારી અંગે ચર્ચા કરવા માટે તેમને બોલાવવામાં આવ્યાનું કહેવાય છે.
જે વરિષ્ઠ નેતાઓ પક્ષની પ્રવૃત્તિઓથી લાંબા સમયથી અંતર રાખીને બેઠા છે તેમને પણ પાર્ટીમાં સભ્ય તરીકે નોંધણી કરી નવા સભ્યો બનાવે તે માટે સમજાવવામાં આવશે !
આ ઉપરાંત રાજ્ય સરકાર આવતીકાલે મંગળવાર તારીખ ૮ ઓક્ટોબરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલીવાર શપથ લીધા તેના ચોવીસ વર્ષની ઉજવણી કરવા જઈ રહી છે. તેના અનુસંધાને શ્રી પાટીલ પક્ષના નેતાઓને આ ઉજવણીમાં સામેલ થવા માટે જણાવશે.
ભાજપ સંગઠન પર્વ ૮ થી ૧૫ ઓક્ટોબર સુધી ચલાવશે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
