<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

ગાંધીનગરમાં ભાજપના તમામ ધારાસભ્યોને કમલમનું તેડું: રાજકારણમાં ગરમાવો

રાજ્ય સરકાર ફરી એકવાર એક્શન મોડમાં આવી છે અને બેઠકનો ધમધમાટ શરૂઃ ભાજપના ધારાસભ્ય દળોની પણ કમલમ ખાતે મંગળવારે બેઠકનું આયોજનઃ ફરી રાજકીય ગલીયારીઓમાં અનેક તર્ક વિતર્ક સર્જાશે

 ગાંધીનગરઃ ભાજપના તમામ ધારાસભ્યોને કમલમનું તેડું આવ્યું છે, તમામ ધારાસભ્યોને પત્રો દ્વારા મંગળવારે ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે
ગુજરાતના રાજકારણમાં નવી જૂની થવાના એંધાણ સર્જાયા છે. કારણ કે, ભાજપના તમામ ધારાસભ્યોને કમલમનું તેડું આવ્યું છે. તમામ ધારાસભ્યોને પત્રો દ્વારા જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયે સ્નેહમિલન કાર્યક્રમ યોજાવાનો છે. જે સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકાર ફરી એકવાર એક્શન મોડમાં આવી છે અને બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. આજે રવિવાર હોવા છતા પણ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક મહત્વની અને મોટી જાહેરાત પણ થવાની શક્યતાઓ છે. ત્યારે હવે ભાજપના ધારાસભ્ય દળોની પણ કમલમ ખાતે મંગળવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ફરી રાજકીય ગલીયારીઓમાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.

 

(1:37 PM IST)