તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 6th October 2024
અમદાવાદમાં CID ક્રાઈમના દરોડા, ૧.૫૩ લાખનું ડ્રગ્સ ઝડપાયું, અમઝદની ધરપકડ
CID ક્રાઈમને મળેલ બાતમીના આધારે લાલદરવાજા બાવા લતીફની ગલીમાં દરોડા પાડ્યા.

અમદાવાદ,તા.૬,
અમદાવાદમાં CID ક્રાઈમે દરોડા પાડતા ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી. CID ક્રાઈમને મળેલ બાતમીના આધારે લાલદરવાજા બાવા લતીફની ગલીમાં દરોડા પાડ્યા. આ દરોડામાં એક મકાનમાંથી ૧.૫૩ લાખનું ૧૫.૩૩ ગ્રામ ડ્રગ્સ ઝડપાયું. CID ક્રાઈમે ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી. આ શખ્સનું નામ અમઝદખાન પઠાણ હોવાનું સામે આવ્યું. પોલીસના ચોપડામાં અમઝદખાન પઠાણ અનેક ગુનામાં સામેલ હોવાનું નોંધાયું છે. આ દરોડામાં અમઝદની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ૧ આરોપી ફરાર થયો.
રાજ્યમાં અત્યારે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રિનો તહેવાર યુવાનો માટે વધુ ખાસ હોય છે. આ તહેવારમાં ૯ દિવસ સોસાયટી, શેરીઓ અને પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન થાય છે. રાત્રે કરાતી ગરબાની ઉજવણીમાં યુવાન મનમૂકીને ગરબા રમતા હોય છે. ત્યારે અસમાજિક તત્વો પણ તહેવારનો લાભ લઈ યુવાનોને નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદમાં યુવાનોને નશાના રવાડે ચડાવવા ડ્રગ્સની ઘૂસણખોરી કરાવાના અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. જો કે તહેવાર પોલીસ વધુ સતર્ક હોવાથી અમદાવાદમાં ૧.૫૩ લાખની કિમંતના ૧૫.૩૩ ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો.
પોલીસે અચાનક દરોડા પાડતા એક શખ્સની ડ્રગ્સ સાથે અટકાયત કરવામાં આવી જ્યારે અન્ય એક વ્યક્તિ ભાગવામાં સફળ રહ્યો. પોલીસ આ શખ્સની શોધખોળ કરી રહી છે. હાલમાં ઝ્રૈંડ્ઢ ક્રાઈમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. તહેવારની આડમાં યુવાનોને બરબાદ કરવાના પ્રયાસને પોલીસે અસફળ બનાવ્યો છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
