News of Sunday, 6th October 2024
બહુચરાજીમાં ઐયર રેસ્ટોરન્ટમાંથી મળેલ અખાદ્ય જથ્થાનો કરાયો નાશ
સ્વચ્છતા બાબતે જ્યાં સુધી રેસ્ટોરન્ટ ક્લીન ના થાય ત્યાં સુધી બંધ રાખવા પણ સૂચના અપાઈ

મહેસાણાના યાત્રાધામ બહુચરાજીમાં ફૂડ વિભાગે ઐયર રેસ્ટોરન્ટમાં તપાસ કરતા તેમાંથી અખાદ્ય વસ્તુઓ મળી આવતા સ્થળ પર જ, તે જથ્થાનો નાશ કરાયો છે. ઐયર રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગની ટીમે હાથ ધરેલી તપાસમાં, ગ્રેવી, સડેલા બટાકા, બટર સહિતના જથ્થાનો સ્થળ પર નાશ કરાયો હતો. તેલ અને અન્ય ચીઝ વસ્તુઓના ફૂડ વિભાગે સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે. સ્વચ્છતા બાબતે જ્યાં સુધી રેસ્ટોરન્ટ ક્લીન ના થાય ત્યાં સુધી બંધ રાખવા પણ સૂચના અપાઈ છે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
