News of Sunday, 6th October 2024
પાટણમાં આંજણા ચૌધરી સમાજની સાધારણ સભામાં બે જૂથના ટેકેદારો વચ્ચે મારામારી: અનેક ઘવાયા
હોદ્દેદારોની નિમણૂક મામલે આંજણા ચૌધરી સમાજના બે જૂથો બાખડ્યા : પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકાયો

પાટણમાં યોજાયેલ આંજણા ચૌધરી સમાજની સાધારણ સભામાં બે જૂથના ટેકેદારો વચ્ચે મારામારી થવા પામી હતી. જેમા કેટલાક લોહીલુહાણ થયા હતા. હોદ્દેદારોની નિમણૂક મામલે આંજણા ચૌધરી સમાજના બે જૂથો વચ્ચે મારામારી થવા પામી હતી. હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ, ઉપપ્રમુખની વરણી બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી પર ઉતરી આવ્યો હતો. ઘટનાને પગલે, પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકાયો હતો. બંને જૂથના લોકો ઇજાગ્રસ્ત થતા તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
