<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

પ્રસુતાના મોત બાદ છોટાઉદેપુરના કવાટના તુરખેડાનો 9 કિ.મી.નો રોડ તાત્કાલિક મંજૂર

તુરખેડા ખાતે એક પ્રસુતાનું રોડના અભાવે રસ્તામાં જ બાળકીને જન્મ આપીને મૃત્યુ થયું

છોટા ઉદેપુરના તુરખેડા ખાતે એક પ્રસુતાનું રોડના અભાવે રસ્તામાં જ બાળકીને જન્મ આપીને મૃત્યુ થયું હતું. આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો રિટ થતા, સરકારે રાતોરાત છોટાઉદેપુર જિલ્લામાં કવાટ તાલુકાના તુરખેડા ખાતે રૂ.18.50 કરોડના ખર્ચે 9 કિલોમીટરનો રસ્તો મંજૂર કર્યો છે. માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક આ રોડને મંજૂર કર્યો છે. તુરખેડા ગામના હાંડલાબારી ફળિયા, હાંડલાબારી ફળિયાથી ગીરમટીયા આંબા ફળિયા અને બસ્કરીયા ફળિયાને જોડતો 9 કિલોમીટર લાંબો રોડ મંજૂર કરાયો છે

(5:49 PM IST)