News of Sunday, 6th October 2024
સુરતમાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે :સ્થાનિકોમાં રોષનો માહોલ: બસમાં તોડફોડ
અકસ્માતનો ભોગ બનનાર પીડિતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

સુરતના પાંડેસરા BRTS રૂટમાં ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. પાંડેસરા પંચમુખી હનુમાન મંદિર સામે અકસ્માતની ઘટના બની હતી. રોડ ક્રોસ કરી રહેલા શખ્સને BRTS ચાલકે અડફેટે લીધો હતો. ઘટના બનતાની સાથે જ અકસ્માતનો ભોગ બનનાર પીડિતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત થતા જ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી. પાંડેસરા પોલીસે સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
