તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 6th October 2024
હવે ખેડૂતોને બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90 ટકા જેટલી સહાય અપાશે : સી..આર.પાટીલની મોટી જાહેરાત
કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24 હજાર જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ

સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે મોટી જાહેરાત કરી છે.. તેમણે કહ્યું છે કે પાણી ભરાય તેવા સ્થળ બતાવવામાં આવશે તો સરકાર બોરિંગ કરી જશે" તેમણે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24 હજાર જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે..
ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90 ટકા જેટલી સહાય આપવાની વાત તેમણે કરી છે.. સી.આર.પાટીલે કહ્યું કે જયાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી બે ફાયદા થશે એક તો રસ્તા તૂટતા અટકાવી શકાશે અને બીજુંપાણી ભરાવવાની સમસ્યાથી કાયમી છૂટકારો મળશે.
ગત મહિને રાજકોટમાં યોજાયેલી ક્રેડાઇની બેઠકમાં પણ તેમણે જળ સંગ્રહની વાત પર ભાર મુક્યો હતો ત્યારે તેમણે દરેક બિલ્ડરને એક ગામ દત્તક લેવા આહવાહન કર્યુ હતું. ત્યારે સી આર પાટીલે રાજ્યભરના બિલ્ડરોને સંબોધન કરતા કહ્યું હતું કે જળ એ જીવન છે.કેન્દ્ર સરકાર પાણીના સંગ્રહ અને સદ્દઉપયોગમાં વિશેષ કાળજી રાખી રહી છે ત્યારે જળ સંચયની પ્રવૃતિને એક મુહિમ તરીકે લેવી જોઇએ.દરેક બિલ્ડરને તેમના વિસ્તારમાં એક ગામ દત્તક લેવું જોઇએ, અને આ ગામમાં ચેકડેમનું નવનિર્માણ કરવું,વરસાદી પાણીનો વેડફાટ અટકાવવો એટલું જ નહિ વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ થાય તે માટે બોરનું પણ નિર્માણ કરવું જેવી પ્રવૃતિઓ હાથ ધરવી જોઇએ.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
