<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

પગારમાં વધારો સહિત વિવિધ માગણીઓને લઇ ટીઆરબી TRB જવાનો હડતાળ પર જશે

હડતાળમાં રાજ્યભરના 6,000થી વધુ ટીઆરબી જવાનો જોડાશે ;દિવસના માત્ર 300 રૂપિયાને બદલે તેમને દિવસના 500 રૂપિયા આપવામાં આવે.

ગાંધીનગર: રાજ્યમાં ટ્રાફિકને દૂર કરતા ટીઆરબી જવાનો હડતાળ પર ઉતરવાના છે. ટીઆરબી જવાનોને હાલ દિવસના 300 રૂપિયા આપવામાં આવે છે. જેને લઈને ટીઆરબી જવાનોએ દિવસના 500 રૂપિયાની માંગ કરી છે. આ માંગ સાથે તેઓ હડતાળ પર ઉતરી રહ્યા છે. જેથી આવતીકાલે રાજ્યની ટ્રાફિક વ્યવસ્થા પર મોટા પાયે અસર થઈ શકે છે.

ટીઆરબી એટલે કે ટ્રાફિક રિઝર્વ બટાલિયન જવાનો આવતીકાલે સોમવારથી હડતાળ પર ઉતરશે. હડતાળનું મુખ્ય કારણ ટીઆરબી જવાનોએ રોજના મળતા પગારનો વધારો કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ છે. હાલ તેમને રૂ.300 દૈનિક ચૂકવવામાં આવે છે, પરંતુ જવાનોને રૂ.500નો પગાર આપવાની માંગ છે. જેથી રાજ્યના દરેક જિલ્લાઓમાં કાલે ટ્રાફિક સમસ્યા સર્જાઈ તેવી શક્યતા છે

  આ હડતાળમાં રાજ્યભરના 6,000થી વધુ ટીઆરબી જવાનો જોડાશે, જેમાં અમદાવાદના 1,600 જેટલા જવાનો પણ સામેલ છે. નોંધનીય વાત એ છે કે, ટીઆરબી જવાનોએ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવવી બંધ કરીને, હડતાળ તરીકે રાજ્યના વિવિધ સ્થળોએ ભેગા થવાનું નક્કી કર્યું છે. હડતાળના ભાગરૂપે અમદાવાદમાં ટીઆરબી જવાનો કલેક્ટર કચેરીએ મોરચો કાઢશે અને આવેદનપત્ર આપશે.

(9:49 PM IST)