News of Monday, 7th October 2024
સિંગતેલ વપરાશમાં શ્રેષ્ઠઃ ભેળસેળ થતી નથીઃ આરોગ્ય માટે ફાયદેમંદઃ લોકોએ પેક્ડ નમકીનથી દૂર રહેવું જોઇએ
ચાલુ વર્ષે રાજ્યમાં ૪૦.૫૬ લાખ ટન મગફળીનું ઉત્પાદન થશે : ખાદ્યતેલ-તેલિબિયા સંગઠનની ગોંડલએ યોજાઇ એજીએમઃ સીંગદાણા-સિંગતેલના પોષક દ્રવ્યો વિષે વધુ પ્રચારની જરૂર ઉપર ભાર

રાજકોટ,તા. ૭: ગુજરાત રાજ્ય ખાદ્યતેલ તેલિબિયા સંગઠનની પ્રથમ સામાન્ય સભા એપીએમસી ગોંડલના હોલમાં મળી હતી. તેમાં ઓઇલ મીલર્સ, એચપીએસ, સીંગદાણા, ઉત્પાદકો, વેપારીઓ દલાલો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં એવો અંદાજે મૂકાયો હતો કે ચાલુ વર્ષે ૪૦.૫૬ લાખ ટન મગફળીનું ઉત્પાદન થશે. સૌથી વધુ ૫.૩૭ લાખ ટન મગફળીનું ઉત્પાદન રાજકોટ જીલ્લામાં તે પછી દેવભૂમિ દ્વારકા ૪.૮૯ લાખ ટન થશે. વિવિધ જીલ્લાઓના આંકડા રજૂ કરાયા હતા.
એપીએમસી ગોંડલના ચેરમેન અલ્પેશ ઢોલરિયા, મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ તથા વિસાવદર યાર્ડના ચેરમેન વિનુભાઇ હાપાણી અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન સંસ્થાના ખજાનચી ભરતભાઇ ખાનપરાએ આપેલ. જેમાં તેમણે સંગઠનના મહત્વ અને ધંધામાં નવી ટેકનીક અપનાવવા પ્રત્યે ભાર મુકયો હતો. ત્યારબાદ સંસ્થાના પ્રમુખ સમીરભાઇ શાહે ખાદ્યતેલના ઉદ્યોગમાં પ્રવર્તતી સમસ્યા અને સંભવિત ઉપાયો અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. સમીરભાઇ તાજેતરમાં પૂર્વ મંત્રી નીતિનભાઇ પટેલના ઉચ્ચારણ વિશે તેમજ અમુક મીડિયા દ્વારા કરાયેલ નકારાત્મક રિપોર્ટિંગનો કડક શબ્દમાં વિરોધ કર્યો હતો અને ખૂબ જ મક્કમતાથી જણાવેલ હતું કે આ ઉદ્યોગમાં ઉત્પાદન ક્ષેત્રે કયાંય ભેળસેળ થતી નથી. અને ઓઇલ મીલર્સ પ્રત્યે જે પ્રકારનું વલણ દાખવવામાં આવે છે તે અયોગ્ય છે.
મગફળીના વધતા ઉત્પાદનને કારણે આ વર્ષ સીંગતેલનું ઉત્પાદન વધવાનું છે ત્યારે તેનો સરળતાથી નિકાલ થાય તે માટે સીંગદાણા અને સીંગતેલમાં રહેલ પોષકદ્રવ્યો વિશે જાહેર જનતાને અવગત કરાવવા પ્રચાર કરવાની માંગણી કરી હતી.
શીંગખોળના સતત ઘટતા ભાવોને કારણે સીંગતેલના ભાવો બહુ ઘટી નહી શકે તેમ જણાવતા સીમરભાઇ શાહે શીંગખોળના ભાવ વધારવા માટે વિવિધ સુચનો કર્યા હતા. જેમાં શીંગખોળના એકસપોર્ટ ડયુટી ડ્રો બક જેવા વિવિધ ઇન્સેન્ટીવ આપવા રજુઆત કરવા જણાવ્યુ હતું. તદ્દઉપરાંત લોકોને બજારમાં તૈયાર મળતા પેકડ નમકીનને બદલે ઘરે બનાવેલ (સારા તેલોમાં) ફરસાણનો વપરાશ કરવાનો અનુરોધ કર્યો હતો. તૈયાર ફરસાણના પાઉચમાં ખાંડ, મીઠાને પ્રિઝર્વેટિવને કારણે આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થતો હોવાનું જણાવ્યું હતું.
શીંગદાણામાં શીંગતેલમાં રહેલ અનેક પોષકદ્રવ્યો વિષે માહિતી આપી હતી. શીંગદાણામાં પ્રોટીન ઉપરાંત કેલ્શીયમ, પોટેશિયમ, વિટામીન-બી, વિટામીન-ઇ હોવાનું જણાવ્યુ હતું અને તેમાં રહેલ તત્વ કેન્સર અને
ઉત્પાદનનો જિલ્લાવાર અંદાજ
કચ્છ ૧.૫૭
બનાસકાંઠા ૩.૯૭
મહેસાણા ૦.૦૮
સાબરકાંઠા ૧.૭૫
અરવલ્લી ૧.૯૦
ગાંધીનગર ૦.૨૪
સુરેન્દ્રનગર ૦.૬૪
રાજકોટ ૫.૩૭
જામનગર ૩.૯૮
પોરબંદર ૧.૬૧
જૂનાગઢ ૪.૭૫
અમરેલી ૪.૧૮
ભાવનગર ૨.૩૩
મોરબી ૧.૩૦
ગીર-સોમનાથ ૧.૮૮
દેવભૂમિ દ્વારકા ૪.૮૯
અન્ય ૦.૨૩
કુલ ૪૦.૫૬
(આંકડા લાખ ટનમાં)
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
