<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

એમ્‍બ્‍યુલન્‍સના ચાલકે કાબૂ ગુમાવતા બે મિત્રને અડફેટે લેતાં ૧નું મોત

વખતપર પાસે દર્શન કરવા જતા ૩ મિત્રને અકસ્‍માત નડયો

વઢવાણ,તા. ૭: આણંદના વિદ્યાનગર કોલેજમાં અભ્‍યાસ કરતા વિક્રમભાઈ સરૈયાને ચોટીલાના રાજાવાડ ગામના મઢે ચાલીને દર્શન કરવા જવાનું હતું. આ બાબતે મિત્ર સાથે વાત કરતા તેની સાથે જયદેવભાઈ રાતડીયા અને હિતેશભાઈ રણછોડભાઈ ઝાપડાએ સાથે જવાનું નક્કી કર્યું હતું. ૧ ઓક્‍ટોબરે કાર લઈને માતાના દર્શન કરવા રવાના થઈ ગયા હતા.

દરમિયાન સાયલાના વખતપર ગામ પાસેથી પસાર થતાં રાજકોટ તરફ જતી ઇકો એમ્‍બ્‍યુલન્‍સ કારના ચાલકે કાબૂ ગુમાવતા આગળ ચાલતા જતા વિક્રમભાઈ સરૈયા અને હિતેશભાઈ ઝાપડાને અડફેટે લેતાં બંને મિત્રોને ઇજા થઈ હતી. જેમાં હિતેશભાઈ ઝાપડાનું ઘટના સ્‍થળે જ મળત્‍યુ થયું હતું. માથાના ભાગે ગંભીર ઈજા થયેલા વિક્રમભાઈને વધુ સારવાર માટે સાયલા લઈ જવાયા હતા.

આ બાબતની સાયલા પોલીસને જાણ થતા હિતેશભાઈના મળતદેહને સાયલા પીએમ માટે મોકલી આપ્‍યો હતો. મળતક હિતેશભાઈ ધંધુકા તાલુકાના રંગપુર ગામના વતની હોવાથી પરિવારજનોને જાણ થતાં સાયલા દોડી આવ્‍યા હતા. આ બાબતે સાયલા પોલીસે નાસી છૂટેલા એમ્‍બ્‍યુલન્‍સ કારના ચાલકને ઝડપી લેવા કવાયત સાથે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(11:24 AM IST)