<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસીએશન દ્વારા બીચ સોકર કોચિંગ કોર્સનો પોરબંદરમાં પ્રારંભ

૧ર થી ૧પ દરમિયાન ભારતીય બીચ સોકર ટીમના ટ્રાયલઃ પરિમલભાઇ નથવાણી

 (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૭ :.. ભારતમાં પહેલીવાર, એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (AFC) બીચ સોકર લેવલ ૧ કોચિંગ કોર્સ પોરબંદરમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) આ ઇવેન્ટનું આયોજન ૬ ઓકટોબરથી ૧૧ ઓકટોબર સુધી કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય દેશભરમાં બીચ સોકરના કોચિંગ ધોરણોને ઉચ્ચતમ સ્તરે લઇ જવાનો અને રમતના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. પોરબંદરના ધારાસભ્ય  અર્જુનભાઈ મોઢવાડિયા, ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી  બાબુભાઈ બોખીરીયા અને પોરબંદર મ્યુનિસિપાલિટીના મેયર ડો. ચેતનાબેન તિવારીની ઉપસ્થિતિમાં આ કોચિંગ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

AFC ઇન્સ્ટ્રકચર  મોહમ્મદ ફૈઝલ બિન એમડી સૂડ મલેશિયાથી આ કોર્સને નેતૃત્વ પ્રદાન કરવા માટે આવ્યા છે. ગુજરાતના બે સ્થાનિક કોચ પણ આ કોર્સમાં ભાગ લેશે. આ કોર્સ ભારતીય બીચ સોકરને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે ભાગ લેનારા કોચને નવી પેઢીના ખેલાડીઓ તૈયાર કરવા માટે જરૂરી કૌશલ્ય અને જ્ઞાન પૂરું પાડશે. કેમ્પમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કોચને ટીમ ઇન્ડિયાના હેડ કોચ અને સહાયક કોચ તરીકે સેવા આપવાની તક મળશે.

કોચિંગ કોર્સ પછી, ભારતીય બીચ સોકર ટીમના ટ્રાયલ ૧૨ થી ૧૫ ઓકટોબર સુધી પોરબંદરમાં યોજાશે. ટ્રાયલ પછી, ભારતીય ટીમનો કેમ્પ ૧૬ ઓકટોબરથી ૧૫ નવેમ્બર સુધી ગુજરાત નજીક દીવમાં યોજાશે, જ્યાં તેઓ આ વર્ષે AFC બીચ સોકર કવાલિફાયર્સ માટે તૈયારી કરશે.

“GSFA માટે AFC બીચ સોકર લેવલ ૧ કોચિંગ કોર્સનું આયોજન કરવું ગૌરવપૂર્ણ ક્ષણ છે. ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયાકિનારો અને કેટલાક સુંદરતમ બીચ ધરાવે છે, તેથી રાજ્યમાં બીચ સોકરના વિકાસ માટે મોટી સંભાવના છે, એમ ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.

ે કેન્દ્રીય સ્પોર્ટ્સ એન્ડ યુથ અફેર્સ મંત્રી  મનસુખભાઈ માંડવિયા પોરબંદર લોકસભા ક્ષેત્રમાંથી સાંસદ તરીકે ચૂંટાયા છે. પોરબંદરના ફૂટબોલ ચાહકોને ચૌપાટી પર પ્રદર્શન જોવા માટે અનોખી તક મળશે. આ ખરેખર ભારતીય ફૂટબોલની યાત્રાનું, ખાસ કરીને બીચ સોકર માટે, નવું સિમાચિહ્ન છે! 

(2:19 PM IST)