<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

વધતી જતી બળાત્‍કારની ઘટનાઓ મુદે રાજયના ગૃહમંત્રી રાજીનામું આપેઃ આપની મહિલા વિંગનું આવેદન

મુખ્‍યમંત્રીને સંબોધી કલેકટર સમક્ષ રજૂઆતઃ ઉગ્ર દેખાવો-સુત્રોચ્‍ચાર

રાજકોટ તા. ૭: આમ આદમી પાર્ટીની મહિલા વીંગે કલેકટરને આવેદન પાઠવી ગુજરાતમાં મહિલાઓ ઉપર વધતી જતી બળાત્‍કારની ઘટનાઓ અંગે ગૃહમંત્રી રાજીનામું આપે તેમ માંગણી કરી દેખાવો કર્યા હતા.

આમ આદમી પાર્ટીના મહિલા વિંગના પ્રદેશના મહિલા પ્રમુખ રેશ્‍માબેન પટેલ, રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઇ જોશી, જિલ્લા પ્રમુખ તેજસભાઇ ગાજીપરા, લોકસભા પ્રભારી દિલિપસિંહ વાઘેલા, શહેર પ્રભારી સહદેવસિંહ સરવૈયા, મહિલા પ્રમુખ રાજલબેન ગઢવી, યુવા પ્રમુખ પિયુષ ભંડેરી, લીગલ સેલ પ્રમુખ એડવોકેટ આર. કે. બાબરીયા સહીત નેતાઓ અને મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેકટરના માધ્‍યમથી મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપ્‍યું છે.

ભાજપ સરકારના (કુ) શાસનમાં મહિલાઓ પ્રત્‍યેના અપરાધમાં સતત ને સતત વધારો જ થતો જાય છે. વર્તમાન ગૃહમંત્રીના (કુ) શાસનમાં તો અપરાધીઓ બેફામ બન્‍યા છે, તેમ આવેદનમાં ઉમેર્યું હતું, છેલ્લા ૧પ દિવસમાં આવી ૬ ઘટનાઓ સામે આવી છે, આગેવાનો તથા કાર્યકરોએ જીલ્લા પંચાયત ચોકથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી, ઉગ્ર દેખાવો-સૂત્રોચ્‍ચાર કરી આવેદન પાઠવ્‍યું હતું.

દાહોદ, સુરેન્‍દ્રનગર, મહેસાણા અને હવે ભાયલી (વડોદરા)માં ૧૬ વર્ષની એક માસુમ દિકરી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આવી ઘટનાઓને કારણે ગુજરાતની દિકરીઓ-મહિલાઓ ખુબ જ ભય અને અસલામતીની લાગણી અનુભવી રહી છે ત્‍યારે ગૃહમંત્રીએ કાયદો અને વ્‍યવસ્‍થા સુધારવા ઉપર ધ્‍યાન આપવું જોઇએ. ગુજરાતના તમામ પરિવારો વતી અમારી એ માંગણી છેકે ગુજરાતની કાયદા-વ્‍યવસ્‍થાની સ્‍થિતિને તાત્‍કાલિક સુધારીને મહિલાઓને સુરક્ષાની બાંહેધરી આપવામાં આવે અને આવી કથળેલી કાયદા-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ માટે જવાબદાર એવા લોકોને પદભ્રષ્‍ટ કરવામાં આવે.

(3:47 PM IST)