<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

૧૬ વર્ષની સગીરા પર ગેંગરેપ-લૂંટમાં યુપીના ૩ વિધર્મીને દબોચી લઇ પોલીસે ખોખરા કર્યા

વડોદરાના ભાયલીમાં બનેલો અતિ ગંભીર ગુનો ૪૮ કલાકમાં ઉકેલાયોઃ નશો કર્યાબાદ શૈતાનિતય આચરી હતી : મેડિકલ માટે હોસ્‍પિટલે લાવવામાં આવ્‍યા ત્‍યારે તમામ લંગડાતા હતાં: ૧૬ વર્ષની બાળા મિત્ર સાથે બેઠી હતી ત્‍યારે ત્રણ નરાધમે તેના મિત્રને પકડી રાખી સામુહિક દૂષ્‍કર્મ આચર્યુ હતું: બે ભાગી ગયા હતાં: એક આરોપી મુન્‍ના બનજારા હાથમાં આવ્‍યા બાદ આફતાબ, શાહરૂખ પણ પકડાયા :પોલીસ કમિશનર નરસિમ્‍હા કોમાર, જેસીપી લીના પટેલની રાહબરીમાં ટીમોને સફળતા :વર્ષોથી વડોદરામં રહી ત્રણેય પીઓપી, કલરકામ કરે છેઃ એકની પત્‍નિ સગર્ભા : ૧૧૦૦ સીસીટીવી કેમેરા, એક ફોન કોલ્‍સ અને એક ચશ્‍માને આધારે શરૂ થયેલી તપાસ આરોપીઓ સુધી પોલીસને દોરી ગઇ

વડોદરા તા. ૭: વડોદરા ગ્રામ્‍યના ભાયલી વિસ્‍તારમાં નવરાત્રીના બીજા નોરતે પોતાના મિત્ર સાથે બેઠેલી ૧૬ વર્ષની સગીરા પર ગેંગરેપ કરનાર યુપીના ૩ વિધર્મીને  ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી પાડ્‍યા છે. આ ત્રણની સાથે અન્‍ય બે શખ્‍સો પણ હતાં. જો કે તે જે તે વખે ભાગી ગયા હતાં. તેને પણ પુછતાછ માટે ઉઠાવી લેવાયા છે. ઝડપાયેલા આરોપીઓમાં ત્રણ ઉત્તરપ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્‍યું છે.

ગરબા રમવા નીકળેલી ૧૬ વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી-બીલ રોડ વિસ્‍તારમાં બેઠી હતી. ત્‍યારે ત્રણ નરાધમે આ બાળાના મિત્રને ગોંધી રાખી તેણીને ખેંચી જઇ સામૂહિક દુષ્‍કર્મ આચર્યું હતુ. તે વખતે આ ત્રણની સાથેના અન્‍ય બે શખ્‍સ ભાગી ગયા હતાં. ઘટના જાહેર થયા બાદ પોલીસ કમિશનર નરસિમ્‍હા કોમાર, ઇન્‍ચાર્જ સંયુક્‍ત પોલીસ કમિશનર લીના પાટીલની રાહબરીમાં વડોદરા ગ્રામ્‍ય પોલીસ, એલસીબી, એસઓજીની ટીમો હવસખોરોને દબોચી લેવા કામે લાગી હતી. દરમિયાન ૧૧૦૦ જેટલા સીસીટીવી કેમેરા પણ ચકાસવામાં આવ્‍યા હતાં. ઘટનાના ૪૮ કલાકમાં જ આરોપીઓ હાથમાં આવી ગયા હતાં.

પોલીસે મુન્‍ના અબ્‍બાસ બનજારા (ઉ.વ.૨૭-રહે. એકતાનગર કિસ્‍મત ચોકડી પાસે કાળી તલાવડી તાંદલજા વડોદરા મુળ મહુવા પાકડ તા. ગોૈરા ચોકી જી. ગોૈંડા યુપી), મુમતાઝ ઉર્ફ આફતાબ સુબેદાર બનજારા (ઉ.વ.૩૬-રહે. એકતાનગર કિસ્‍મત ચોકડી, મુળ રામબાગ બડા ગાંવ આલાપુર જી. આંબેડકરનગર યુપી) અને શાહરૂખ કિસ્‍મતઅલી બનજારા (ઉ.વ.૨૬-રહે. ઇ-ટાવર સનફાર્મા કંપની પાછળ તાંદલજા વડોદરા, મુળ ગામ લોરપુર તાજન તા. શહેજાદપુર જી. અકબરપુર યુપી)ને પકડી લીધા છે.

આરોપીઓને હાલ મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્‍પિટલ લઈ જવાયા છે. એક આરોપીને સ્‍ટ્રેચર પર લઈ જવાયો છે. કુલ ત્રણ આરોપીને મેડિકલ માટે સયાજી હોસ્‍પિટલ લાવવામાં આવ્‍યા છે. તો બીજી તરફ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્‍હા કોમાર આ સાથે રેન્‍જ આઇજી અને જિલ્લા પોલીસવડા વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચ કચેરી ખાતે પહોંચ્‍યા છે અને ત્‍યાંથી સમગ્ર માહિતી આપી હતી.

 પોલીસ કમિશનર નરસિંમ્‍હા કોમારે જણાવ્‍યું કે શહેર ક્રાઈમ બ્રાન્‍ચે આરોપીઓને ઝડપી પાડયા છે. આ ઓપરેશનમાં વડોદરા ગ્રામ્‍ય પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્‍ચના અધિકારીઓ જોડાયા હતા. આરોપીઓ બીએનએસ અને પોક્‍સો હેઠળ ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન ફિઝિકલ પૂરાવા એકત્રિત કર્યા છે. વિક્‍ટિમનો મોબાઇલ આરોપીઓ લઇ ગયા હતા તેના આધારે આખો ગુનો ઉકેલાયો છે. સમગ્ર રૂટ પરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્‍યાં હતા. સાથે જ બાઇકના આધારે પણ ભેદ ઉકેલવામાં મદદ મળી હતી. ઘટનાસ્‍થળ પર સૌથી પહેલાં એક ચશ્‍મા મળ્‍યા તે મહત્‍વનું હતું. આરોપીઓ એક મોબાઈલ લઇ ગયાં હતા તે પણ અમારાં માટે મહત્‍વનો પુરાવો હતો. આરોપી પીડિતાનો ફોન લઇ ગયા હતા. તેના પર ફોન કરતા તેમને ઉઠાવ્‍યો અને ૫થી ૭ સેકન્‍ડ કોલ ચાલું રહ્યો. તેમાં ક્રાઈમ બ્રાન્‍ચ આરોપીઓ સુઘી પહોંચી. બાદમા આરોપીઓ એ મોબાઇલને તોડી નાખ્‍યો હતો. આ કેસમાં અંદાજિત એક લાખ કોલ ટ્રેસ કર્યાં હતા. ત્રણેય આરોપીઓ પોતાનાં ઘરેથી ઝડપાયા છે. તેઓ એક કોમ્‍યુનિટીના અને એક સાથે પીઓપીનું કામ કરતા હતા.

આ ગુનામાં સંડોવાયેલા ૫ આરોપીઓને ઝડપી પાડયા છે. મુન્ના અબાસ વણજારા,(રહે. તાંદલજા, મૂળ યુપી), મુમતાઝ જુબેદાર અને શાહરૂખ આ ત્રણેય મુખ્‍ય આરોપીઓ છે. આરોપીઓ ૧૯ વર્ષ પહેલાં વડોદરા આવ્‍યાં હતાં. જેઓ પીઓપીના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. ઘટનાથી ૩.૫ કિલોમીટરમાં આરોપીઓઓ રહે છે. તેઓ ઘટના બાદ પોલીસથી બચવા માટે વડોદરામાં ૪૮ કિલોમીટર ફર્યા હતા. પોલીસે એક બાઇક પણ રિકવર કર્યું છે.

રેન્‍જ આઇજી સંદીપ સિંહએ જણાવ્‍યું કે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તપાસ કરશે અને સિટની રચના કરાશે. સાથે આરોપીના રિમાન્‍ડ માટે તજવીજ હાથ ધરવામાં આવશે.

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્‍ચના ખ્‍ઘ્‍ભ્‍ના સુપરવીઝનમાં ૦૨ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર, ૦૮ પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર, ૫૫ પોલીસ કર્મચારીઓ મળી કુલ ૬૫ જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ આરોપીઓને પકડવા કામે લાગ્‍યા હતા. બનાવ બનેલ તે પરીસર સહિતના ૪૫ કિલોમીટર જેટલા રૂટ પર આવતા આશરે ૧૧૦૦ ઉપરાંતના સી.સી.ટી.વી ફુટેઝ તપાસ્‍યા હતા. બનાવ બનેલ તે જગ્‍યાના વિસ્‍તારમાં પણ સતત તપાસ કરાઈ હતી.

એક આરોપી મુન્ના અબ્‍બાસ બનજારાની પત્‍નિ હાલલ સગર્ભા છે.ગુનો કરવા જવા-આવવા માટે ઉપયોગમાં લીધેલું બુલેટ આરોપીને તેના સસરાએ ભેટમાં આપ્‍યું હતું. આરોપી નં. ૨ મુમતાજ આ આરોપીના ભાઇનો બનેવી થાય છે. મુમતાજ ઉર્ફે આફતાબ ધોરણ-૭ સુધી ભણ્‍યો છે અને આશરે ૧૪ વર્ષ પહેલા ઉત્તરપ્રદેશથી કામધંધા માટે વડોદરા આવ્‍યો હતો. તે તાંદલજા ખાતે ભાડાના મકાનમા પોતાની પત્‍નિ અને ત્રણ બાળકો સાથે રહે છે. આરોપી મુન્ના બનજારાના ભાઇનો સાળો થાય છે. આરોપીએ પોતાની પાસેની એકટીવાને સનફાર્મા રોડ પર મુકી આરોપીઓની બુલેટ પર જઇને ગુનાવાળી જગ્‍યાએ જઇ ગુનાને અંજામ આપ્‍યો હતો.

ત્રીજો આરોપી શાહરૂખ યુપીથી  કામધંધા માટે ૧૪ વર્ષ પહેલા વડોદરા આવ્‍યો હતો. તે પોતાની પત્‍નિ અને બે બાળકો સાથે તાંદલજા ખાતે રહે છે અને તે પણ પીઓપી તથા કલરકામની મજુરી કરે છે.

 

 

વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્‍તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે ૪ ઓક્‍ટોબરની રાત્રે ૧૧.૩૦ વાગ્‍યાના સુમારે સૂમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ ૧૧માં અભ્‍યાસ કરતી ૧૬ વર્ષની સગીરા અને તેનો ૧૬ વર્ષનો મિત્ર બેસવા માટે ગયાં હતાં અને રાત્રે ૧૨થી ૧ વાગ્‍યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પヘમિ વિસ્‍તારનાં રહેવાસી હોવાનું જાણવા મળ્‍યું હતું. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ હતી.

ભાયલી-બીલ રોડ ઉપર જ્‍યાં દુષ્‍કર્મની ઘટના બની હતી ત્‍યાં નજીકમાં રોડના ડિવાઇડર ઉપર અગાઉથી ૫ યુવાન દારૂની મહેફિલ માણતા હતા. આ પાંચ યુવાને ડિવાઇડર ઉપર બેસી વાતો કરી રહેલાં સગીરા અને તેના મિત્રને જોયાં હતાં. પાંચ યુવાન પૈકી ૨ યુવાનો બાઇક લઇ જતા રહ્યા હતા, જ્‍યારે નશામાં ચૂર ત્રણ યુવાન સગીરા અને તેના મિત્ર પાસે પહોંચી ગયા હતા અને અભદ્ર વર્તન કર્યું હતું. આ દરમિયાન એક યુવાને સગીરાના મિત્રને પકડી રાખ્‍યો હતો અને બાકીના બે યુવાનો સગીરાને નજીકમાં ખેંચી જઇ દુષ્‍કર્મ આચર્યું હતું. પછી આ લોકો ત્‍યાંથી નીકળી ગયા હતા. બાદમાં પીડિતાએ પોતાની જાતને સંભાળીને મિત્ર સાથે જાણ કરતાં પોલીસે પહોંચી ઘટનાસ્‍થળને કોર્ડન કરી લીધું હતું. સ્‍થળ પરથી ઘણા બધા પુરાવા મળ્‍યા હતા.

(4:25 PM IST)