<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

અમદાવાદ મહાનગપાલિકાએ કેમ્બે હોટલને 14 કરોડ 34 લાખ વસૂલવા માટે નોટિસ ફટકારી: વેરો નહીં ભરે તો હરાજી કરાશે

મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે આખરી નોટિસ કેમ્બે હોટલની મિલ્કત પર ચોટાડી

અમદાવાદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે, કેમ્બે હોટલને રૂપિયા 14 કરોડ 34 લાખ વસૂલવા માટે નોટિસ ફટકારી છે. કેમ્બે હોટલનો 14.34 કરોડનો મિલકત વેરો બાકી હોવાથી તે વસૂલવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. જો નિયત સમય મર્યાદામાં મિલકત વેરાની રકમ ભરવામાં આવી નથી. 

      આથી મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે આખરી નોટિસ કેમ્બે હોટલની મિલ્કત પર ચોટાડવામાં આવી છે. આ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે, બાકી નીકળતી મિલકત વેરાની રકમ ભરવામાં નહીં આવે તો, મિલકતની જાહેર હરાજી કરવામાં આવશે. મહાનગરપાલિકાએ અગાઉ મિલકત વેરો વસૂલવા માટે 6 નોટિસ પાઠવી હતી.

(6:54 PM IST)