<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધી શકે: અમદાવાદમાં કાલે 37 ડિગ્રીએ પહોંચી શકે તાપમાનનો મહત્તમ પારો

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ક્યાંય વરસાદ થવાની શક્યતા નથી

અમદાવાદ : ગુજરાતમાંથી લગભગ ચોમાસાએ વિદાય લઇ લીધી છે અને આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ક્યાંય વરસાદ થવાની શક્યતા ન હોવાનું હવામાન વિભાગનું માનવું છે. 

     હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. તેમજ આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.

   આજના લધુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 25.5 ડિગ્રી, ડીસામાં 24.9, ગાંધીનગરમાં 24.2, વલ્લભ વિદ્યાનગરમાં 25.5, વડોદરામાં 24.6, સુરતમાં 27.4, ભુજમાં 24.8, નલિયામાં 23.5, કંડલા પોર્ટમાં 26, અમરેલીમાં 25.4, ભાવનગરમાં 27.8, દ્વારકામાં 26.2, ઓખામાં 25.6, પોરબંદરમાં 25.2, રાજકોટમાં 24, વેરાવળમાં 26.8, સુરેન્દ્રનગરમાં 26, મહુવામાં 25.6, કેશોદમાં 24.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

  આજે અમદાવાદમાં 37.4 ડિગ્રી, ડીસામાં 37.8, ગાંધીનગરમાં 34.4, વલ્લભ વિદ્યાનગરમાં 37.1, વડોદરામાં 35.8, સુરતમાં 37.2, ભુજમાં 37.6, નલિયામાં 38.2, કંડલા પોર્ટમાં 33.9, અમરેલીમાં 35.5, ભાવનગરમાં 35.7, દ્વારકામાં 34.9, ઓખામાં 32, પોરબંદરમાં 33.4, રાજકોટમાં 36.8, વેરાવળમાં 33.7, સુરેન્દ્રનગરમાં 37.8, મહુવામાં 34.8 અને કેશોદમાં 32.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

(7:57 PM IST)