News of Monday, 7th October 2024
IPS ગૌરવ જસાણી તાલીમમાંથી પરત ફરતા પોલીસ અધિક્ષક, આણંદની જગ્યાના વધારાના હવાલાથી આર .વી.ચુડાસમા મુક્ત
નાયબ પોલીસ મહાનિરીક્ષક, કચ્છ(પશ્ચિમ)-ભુજની ખાલી જગ્યાને પોલીસ અધિક્ષક, કચ્છ(પશ્ચિમ)-ભુજ તરીકે ડાઉનગ્રેડ કરીને સદર ખાલી જગ્યાનો વધારાનો હવાલો વિકાસ સુંડા સોંપાયો ,

ગાંધીનગર : ગૌરવ જસાણી, આઈ.પી.એસ. (ગુજ:૨૦૧૮), પોલીસ અધિક્ષક, આણંદ "IPS Induction Training Course" ની તાલીમમાં ગયેલ હોવાથી પોલીસ અધિક્ષક, આણંદની જગ્યાનો વધારાનો હવાલો આર.વી.ચુડાસમા, આઇ.પી.એસ.(ગુજ:૨૦૧૧), સેનાપતિ, રાજ્ય અનામત પોલીસ દળ, ગૃપ-૯, વડોદરાને તેઓની હાલની કામગીરી ઉપરાંત સોંપવામાં આવે છે.
ગૌરવ જસાણી, આઈ.પી.એસ. તાલીમ પૂર્ણ કરી ફરજ પર હાજર થયેથી આર.વી.ચુડાસમા, આઇ.પી.એસ.ને વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવે છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક, કચ્છ(પશ્ચિમ)-ભુજની ખાલી જગ્યાને પોલીસ અધિક્ષક, કચ્છ(પશ્ચિમ)-ભુજ તરીકે ડાઉનગ્રેડ કરીને સદર ખાલી જગ્યાનો વધારાનો હવાલો શ્રી વિકાસ સુંડા, આઇ.પી.એસ.(ગુજ:૨૦૧૮) (હાલ નિમણૂંક માટે પ્રતિક્ષા હેઠળ)ને અન્ય હુકમો ના થાય ત્યાં સોંપવામાં આવે છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
