News of Monday, 7th October 2024
ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં યોજાયેલ વિસીમાં નર્મદા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ જોડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસ યાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણી વિકાસ સપ્તાહનો પ્રારંભ તા.૭/૧૦/૨૦૨૪થી ૧૫/૧૦/૨૦૨૪ સુધી રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાશે.
ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે ૭મી ઓક્ટોબર- ૨૦૦૧ના દિવસે CM તરીકેના શપથ લઇને રાજ્યનો વિકાસ કરવા બદલ આજે આ સંદર્ભે રાજ્યના જિલ્લા કલેક્ટરો સાથે આ સપ્તાહની ઉજવણી બાબતે બેઠક મળી હતી. તે પ્રસંગની તસ્વીરમાં નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અધિક નિવાસી કલેક્ટર સી.કે. ઉંધાડ અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ વી.સી માં જોડાયા તે પ્રસંગની તસ્વીર.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
