<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

કેન્દ્ર સરકારે રોજમદારો માટે પગારનો દર વધાર્યો, પણ રાજ્ય સરકારે જુના દર ચાલુ રાખતા કર્મચારીઓ નારાજ

શ્રમ આયોગની કચેરી ગુજરાત રાજ્યના પરિપત્ર મુજબ હાલ બહાર પાડેલ લઘુત્તમ વેતન ના દરો જૂના દર મુજબ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: કેન્દ્ર સરકારે રોજમદાર કર્મચારીઓ માટે રાહતના સમાચાર આપી પગાર નો દર વધારો કર્યો છે પરંતુ આ મુદ્દે રાજ્ય સરકારે કોઈજ વધારો નહિ કરતા રોજમદાર કર્મચારીઓ માં નારાજગી જોવા મળી રહી છે.
   રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં કચેરીઓ માં રોજમદાર તરીકે કામ કરતા હજારો કર્મચારીઓ કેન્દ્ર સરકારે પગાર વધારો જાહેર કરતા ખુશ જોવા મળ્યા હતા પરંતુ ગુજરાત રાજ્ય સરકારે આ મુદ્દે મૌન રાખ્યું અને શ્રમ આયોગ ની કચેરી ગુજરાત રાજ્ય ના પરિપત્ર મુજબ હાલ બહાર પાડેલ લઘુત્તમ વેતન ના દરો જૂના દર મુજબ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હોવાથી રોજમદાર કર્મચારીઓ ની ખુશી ગમ માં ફેરવાઈ ગઈ હતી.
આમ કેન્દ્ર સરકારી ની લીલી ઝંડી બાદ પણ રાજ્ય સરકાર વેતન દર બાબતે ને નહિ સ્વીકારતા ગુજરાત રાજ્ય ના લાખો રોજમદાર કર્મચારીઓ સામી દિવાળી એ નારાજ જોવા મળ્યા છે. અને આ કારમી મોંઘવારી માં વેતન માં વધારો કરાઈ તેવી માંગ કરી રહ્યા છે.

(10:41 PM IST)